• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

અમદાવાદમાં ટીમ ઇન્ડિયાનું આગમન

બુધવારે નેધરલેન્ડ સામે મેચ: અમદાવાદમાં ક્રિકેટ જ્વર

 

અમદાવાદ, તા.16 : ટી-20 વિશ્વ કપમાં પાકિસ્તાનને પરાસ્ત કરી કોલંબોની ટીમ ઇન્ડિયા આજે અમદાવાદ પહોંચી છે. ટીમ ઇન્ડિયા આગામી 18ના રોજ નેધરલેન્ડઝનો સામનો કરશે. આજે ટીમ ઇન્ડિયાના સૂર્યકુમાર સહિત તમામ ખેલાડીઓનું અમદાવાદ એરપોર્ટ પર ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્રિકેટરો જ્યાં રોકાવાના છે તેવી આઇટીસી નર્મદામાં પણ ખેલાડીઓનું મોં મીઠું કરવાની સ્વાગત કરવામાં આવ્યું.

આઇટીસી નર્મદા ખાતે રોકાયેલી ટીમને આગામી મેચ માટે પણ પૂરેપૂરી તૈયારીઓ સાથે શુભેચ્છાઓ આપવામાં આવી છે. ચાહકો અને ક્રિકેટ પ્રેમીઓ ટીમને પૂરો સમર્થન આપવા તૈયાર છે અને આ મેચને લઇને શહેરમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.

આગમન બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું હતું કે ટીમ હવે સંપૂર્ણ રીતે તૈયાર છે અને આગામી મેચમાં પણ શાનદાર પ્રદર્શન કરશે. ચાહકો પણ આ મેચને લઇને ઉત્સાહિત છે અને સ્ટેડિયમમાં ભારતીય ટીમને પૂરો સપોર્ટ આપવા તૈયાર છે. નેધરલેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપીને ગ્રુપ સ્ટેજમાં ટોચનું સ્થાન મેળવવા માગે છે.

ઇ-પેપરના નવા શુલ્ક