નવી દિલ્હી, તા.1પ: ટી-20 વર્લ્ડ કપનો રોમાંચ ચરમ પર પહોંચી ચૂક્યો છે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાના ઇનફોર્મ બેટર અને વિકેટકીપર ઇશાન કિશનની અંગત જિંદગીને લઇને મહત્ત્વની ખબર સામે આવી છે. ઇશાન કિશન ટૂંક સમયમાં તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ અને જયપુરની મોડેલ અદિતિ હુંડિયા સાથે લગ્ન કરશે. આ માટે ઇશાનના પરિવાર તરફથી ગ્રીન સિગ્નલ મળી ગયું છે. ઇશાન કિશનના દાદા અનુરાગ પાંડેએ જણાવ્યું છે કે ઇશાનની પસંદગી અમારી પસંદગી બની રહેશે. તેના નિર્ણયને મંજૂરી મળશે. અંતિમ ફેંસલો તેને લેવાનો છે. અમે તેની સાથે છીએ.
આ
દરમિયાન ઇશાનના દાદાએ એમ પણ બતાવ્યું કે અદિતિ નામની એક યુવતી ઇશાનના જીવનમાં ખાસ જગ્યા
રાખે છે. તેમનાં કથન અનુસાર અદિતિ જયપુરની રહેવાસી છે અને મોડેલ છે. તેણી મિસ ઇન્ડિયામાં
બીજા સ્થાને રહી ચૂકી છે.