• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

‘િવકસિત ગુજરાતથી વિકસિત ભારત’નો સંકલ્પ સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ ઃ રાજ્યપાલ

-15મી ગુજરાત વિધાનસભાના આઠમાં સત્રનો પ્રારંભ પ્રસંગે આચાર્ય દેવવ્રતનું પ્રેરક સંબોધન

અમદાવાદ તા.16 ઃ આજથી 15મી ગુજરાત વિધાનસભાના આઠમાં સત્રનો પ્રારંભ થયો છે.આ અવસરે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધાનસભા ગૃહને સંબોધતાં રાજ્યની વિકાસયાત્રા, સુશાસન અને સર્વસમાવેશી નીતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ઉમેર્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત વિકાસના નવા માપદંડ સ્થાપિત કરી રહ્યું છે. વિકસીત ગુજરાતથી વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકાર દૃઢ નિશ્ચય સાથે આગળ વધી રહી છે.

રાજ્યપાલે જણાવ્યું કે, મહાત્મા ગાંધીજી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી ગુજરાત હંમેશાં રાષ્ટ્ર નિર્માણમાં અગ્રેસર રહી છે. ‘સર્વજન હિતાય અને સર્વજન ’સુખાય’ના મંત્ર સાથે રાજ્ય સરકાર યુવાશક્તિ, નારીશક્તિ, ખેડૂત અને ગરીબોના કલ્યાણ માટે દૃઢ સંકલ્પ સાથે કાર્યરત છે. વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, સોમનાથ મંદિર પર થયેલા આક્રમણને એક હજાર વર્ષ પૂર્ણ થતાં સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન કરાયું જે સંસ્કૃતિના ગૌરવ અને રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રતિક છે. સરદાર વલ્લભભાઈ પટેલ તથા ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યુનિટી માર્ચ સરદાર ।઼150નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા એકતા અને રાષ્ટ્રગૌરવનું પ્રતીક બની હતી.

રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં પારદર્શક અને જવાબદાર શાસન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ટેકનોલોજી આધારિત પહેલો અમલમાં મૂકવામાં આવી છે. સી.એમ. ડેશબોર્ડ દ્વારા ગવર્નન્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ (ઋઙઈં) અમલમાં મૂકાયો છે. ઈં-ઘછઅ પોર્ટલ તથા ઋઅછટઈં-2.0 દ્વારા જમીન સંબંધિત સેવાઓ એન્ડ-ટુ-એન્ડ ઓનલાઇન ઉપલબ્ધ થઈ છે. જેથી નાગરિકોને સરળ, ઝડપી અને પારદર્શક સેવા મળી શકે. વહીવટી વિકેન્દ્રીકરણને પ્રાથમિકતા આપી નવા જિલ્લા અને તાલુકાઓની રચના કરવામાં આવી છે, જેથી ગ્રામ્ય અને દુરસ્ત વિસ્તારોમાં પણ સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે.

રાજ્યપાલે જણાવ્યું કે, કમોસમી વરસાદ સામે 33 લાખથી વધુ ખેડૂતોને રૂ. 9,610 કરોડની સહાય ચુકવવામાં આવી છે. છેલ્લા  વર્ષમાં 30,000થી વધુ યુવાનોને નિમણૂકપત્ર આપવામાં આવ્યા છે. 10 વર્ષીય ભરતી કેલેન્ડર દ્વારા 2 લાખથી વધુ જગ્યાઓ ભરવાની યોજના છે.

ઇ-પેપરના નવા શુલ્ક