• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

દિલ્હીમાં શરૂ થયો Ai મહાકુંભ

નવી દિલ્હી, તા. 16 ઃ દિલ્હીના ભવ્ય ભારત મંડપમમાં આજથી શરૂ થયેલી પાંચ દિવસની એઆઇ ઇમ્પેક્ટ સમિટનું  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ સમિટમાં દુનિયાના કેટલાય દેશોના પ્રમુખ, ઉપ પ્રમુખ, વડા પ્રધાન અને એઆઇ કંપનીઓના માલિકો,સીઇઓ સામેલ થયા છે. આ સમિટથી ભારત આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) પ્રત્યે આપણી તાકાત અને જવાબદારી દર્શાવવા માગે છે. ભારત તરફથી આ સમિટ દરમિયાન એઆઇ શપથ કેમ્પેન શરૂ કરાયું છે. 24 કલાકમાં સૌથી વધુ લોકો એઆઇ શપથ લઇને ગિનિસ વર્લ્ડ રેકર્ડમાં નામ અંકીત કરાવશે.

20 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહાકુંભમાં દુનિયાથી 300થી વધારે કંપની ભવિષ્યની ટેક્નોલોજી બતાવશે. ખેતીથી લઈને સ્વાસ્થ્ય સુધી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જીવનને કેવી રીતે સરળ બનાવશે તેની ઝલક એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં જોવા મળશે. અંદાજિત 70,000 વર્ગ મિટર ક્ષેત્રમાં ફેલાયેલા એક્સ્પોમાં 30થી વધારે દેશની 300થી વધુ કંપનીઓ ભાગ લેશે. જેમાં લોકો લાઇવ ડેમો જોઈ શકશે કે એઆઈ હકીકતની દુનિયામાં કેવી રીતે કામ કરી શકે છે. છાત્રો અને યુવાનો માટે વાઇયુવીએઆઇ અને એઆઈ ફોર ઓલ જેવા કાર્યક્રમ આયોજીત કરવામાં આવશે. જેનાથી યુવાનોને સમજાવવામાં આવશે કે એઆઈ ટૂલ્સનો ઉપયોગ અભ્યાસ અને કેરિયરમાં કેવી રીતે કરી શકાય છે. એક્સ્પોમાં એવા એઆઈ મોડેલ્સનું પ્રદર્શન કરવામાં આવશે જે પાકની બીમારી ઓળખવા, હોસ્પિટલમાં સારી સ્વાસ્થ્ય સુવિધા આપવા અને ભાષા અનુવાદને સરળ બનાવવામાં મદદ કરશે.

ભારતીય અને વિદેશી સ્ટાર્ટઅપ્સ પોતાના ઇનોવેટિવ પ્રોડક્ટ્સને રજૂ કરશે. સામાન્ય લોકો ટેક ઇનોવેટર્સ સાથે સીધી વાતચીત કરીને ટેકનિકને સમજી શકશે. આ સમિટમાં 100થી વધારે દેશના પ્રતિનિધિ સામેલ થવાની સંભાવના છે. ફ્રાન્સના રાષ્ટ્રના ઇમેનુએલ મેક્રોં અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લૂલા ડિ સિલ્વા સહિત 15-20 દેશના રાષ્ટ્રાધ્યક્ષ અને 50થી વધારે મંત્રી સમિટમાં સામેલ થવાની શક્યતા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક