- અવૈધ રીતે ફટાકડા બનાવવામાં આવતા હતા ઃ ચાર શ્રમિક ગંભીર રીતે દાઝ્યા
ભિવાડી,
તા. 16 ઃ રાજસ્થાનના ભિવાડીમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં અચાનક જ જોરદાર વિસ્ફોટ થયો હતો.
જેમાં આઠ શ્રમિક જીવતા ભુંજાયા હતા અને 4 ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ફેક્ટરીમાં અવૈધ રીતે ફટાકડા બનાવવામાં આવતા હોવાનું
સામે આવ્યું હતું. સ્થળ ઉપરથી દારૂગોળો,
ફટાકડા અને પેકિંગના બોક્સ મળી આવ્યા હતા. મળતી વિગત પ્રમાજ્ઞે દુર્ઘટના ખુશખેડા કારૌલી ઈન્ડસ્ટ્રીયલ
એરિયામા સોમવારે સવારે અંદાજીત સાડા નવ વાગ્યે બની હતી. ઘટના સમયે લગભગ 25 શ્રમિક
ફેકટરીમાં કામ કરી રહ્યા હતા. બનાવમાં મૃતદેહ એટલી ખરાબ રીતે સળગી ગયા હતા કે અમુકમાં
તો માત્ર હાડકા જ બચ્યા હતા. શરીરના ભાગ વિખેરાયેલા મળી આવ્યા હતા અને રેસ્ક્યૂ ટીમે
આ ભાગોને કોથળીઓમાં એકત્રિત કર્યા હતા. આ મામલે કલેક્ટર અર્તિકા શુક્લાએ કહ્યું હતું
કે, શરૂઆતી સ્થિતિમાં જોઈને લાગી રહ્યું છે કે દારૂગોળાના કારણે વિસ્ફોટ થયો છે. ગેસ
ગળતર થયું નથી. આ મામલે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ
કહ્યું હતું કે બનાવ મુદ્દે જિલ્લા પ્રશાસનને રાહત અને બચાવ કાર્ય માટે નિર્દેશ અપાયો
છે. તેઓ દિવંગત આત્મા માટે શાંતિની અને ઘાયલો સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરે છે.