• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

નવ વર્ષ બાદ ઈઝરાયલ જશે પીએમ મોદી

આગામી અઠવાડિયાના પ્રવાસ પહેલા નેતન્યાહુએ કહ્યું, ભારત ખુબ જ શક્તિશાળી દેશ

નવી દિલ્હી, તા. 16 ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી અઠવાડીયે ઈઝરાયલના પ્રવાસે જવાના છે. પીએમ મોદીનો આ પ્રવાસ ઘણા અર્થે ખાસ રહેવાનો છે. પ્રવાસ સુરક્ષા, કાઉન્ટર ટેરેરિઝમ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવી નવી ટેકનોલોજીમાં પરસ્પરના સંબંધો મજબુત કરવાની કોશિશો વચ્ચે થઈ રહ્યો છે. પીએમ મોદી નવ વર્ષમાં પહેલી વખત ઈઝરાયલ જઈ રહ્યા છે. આ પહેલા ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ ભારત અને ઈઝરાયલ વચ્ચેના સંબંધો ઉપર ચર્ચા કરતા તેને ખુબ જ મહત્વના ગણાવ્યા હતા.

ભારતે ઈઝરાયલ પ્રવાસની સત્તાવાર ઘોષણા કરી નથી પણ ઈઝરાયલી પીએમ નેતન્યાહુના આમંત્રણ બાદ પીએમ મોદી આગામી 24-25 ફેબ્રુઆરીના રોજ ઈઝરાયલની યાત્રાએ રવાના થઈ શકે છે. પ્રવાસ પહેલા નેતન્યાહુએ બન્ને દેશ વચ્ચે મજબુત સંબંધ ઉપર ભાર મુક્યો હતો. તેઓએ કહ્યું હતું કે સંસદમાં ભાષણ થવાનું છે, આગામી અઠવાડીયે કોણ આવવાનું છે ? નરેન્દ્ર મોદી ! ઈઝરાયલ અને ભારત વચ્ચે ખુબ સારા સંબંધ છે અને તેઓ દરેક રીતે સહયોગ ઉપર વાત કરશે. તેઓએ ભારતને એક શક્તિશાળી દેશ ગણાવ્યો હતો. તેમજ ઈઝરાયલની ભારતમાં પ્રસિદ્ધીની વાત પણ કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક