અમેરિકા: 20 ઓવર 4/199
નામીબિયા:
20 ઓવર 6/168
ચેન્નાઇ
તા.1પ: અમેરિકી ટીમે ગ્રુપ એના તેના આખરી મેચમાં નામીબિયા સામે 31 રને પ્રોત્સાહક જીત
મેળવી ટી-20 વર્લ્ડ કપ-2026માંથી વિદાય લીધી છે. અમેરિકાના 4 મેચમાં 2 જીત અને 2 હારથી
4 પોઇન્ટ છે. તે ટૂર્નામેન્ટમાંથી લગભગ બહાર છે. અમેરિકાના 4 વિકેટે 199 રનના જવાબમાં
નામીબિયાના 20 ઓવરમાં 6 વિકેટે 168 રન થયા હતા. પ્લેયર ઓફ ધ મેચ સંજય કૃષ્ણમૂર્તિએ
33 દડામાં 68 રનની અણનમ ઇનિંગ રમી હતી.
અમેરિકા
તરફથી કપ્તાન મોનાંક પટેલે અર્ધસદી કરીને 30 દડામાં 3 ચોક્કા-3 છક્કાથી બાવન રન કર્યાં
હતા. સંજય કૃષ્ણમૂર્તિ 33 દડામાં 4 ચોક્કા-6 છક્કાથી 68 રને નોટઆઉટ રહ્યો હતો. શયન
જહાંગીરે 22 અને મિલિંદકુમારે 28 રન કર્યાં હતા. નામીબિયા તરફથી વિલિયમ માયબર્ગ અને
જેરાર્ડ ઇરાસમસને 2-2 વિકેટ મળી હતી.
200
રનના વિજય લક્ષ્ય સામે નામીબિયા ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 168 રન સુધી પહોંચી શકી હતી.
જેમાં લોરી સ્ટીનકેંપના પ8, નિકોલના 28, જેજે
સ્મિટના 31 રન મુખ્ય હતા. યૂએસએ તરફથી શેડલી શાલ્કવિકની 2 વિકેટ હતી.