• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

પહાડ ખોદીને પરમાણુ અડ્ડા બનાવતું ચીન

- સેટેલાઈટ તસ્વીરોમાં ચીનનાં ખતરનાક ઈરાદા આવ્યા સામેઃ ભારત માટે ચિંતાજનક

નવીદિલ્હી,તા.16ઃ ચીનનાં સિચુઆનની કેટલીક સેટેલાઈટ તસ્વીરોએ ભારતની ચિંતા વધારી દીધી છે. વર્ષ 2022થી 2026 સુધીની આ સેટેલાઈટ તસ્વીરોનાં અધ્યયનથી ખુલાસો થયો છે કે, ચીન સિચુઆન પ્રાંતમાં છૂપી રીતે પરમાણુ શત્રોનાં ઠેકાણાં બનાવી ચૂક્યું છે.

ન્યૂયોર્ક ટાઈમ્સનાં રિપોર્ટમાં કરવામાં આવેલા આ દાવામાં કહેવામાં આવ્યું છે કે, ભૂગોળ ગુપ્તચર નિષ્ણાતો અનુસાર 2019 બાદથી ચીને પરમાણુ શત્રોનું અભિયાન ઝડપી બનાવી દીધું છે.

સિચુઆનમાં જિટોન્ગ નામનાં સ્થાને પહાડીઓ વચ્ચે ચીને મોટા-મોટા બંકર બનાવ્યા છે. ત્યાં પાઈપની મોટી જાળ બિછાવવામાં આવી છે. જાણકારોનાં કહેવા અનુસાર પહાડોને ખોદીને ત્યાં પરમાણુ અડ્ડા બનાવવામાં

આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દુનિયામાં અણુ શત્રોને લઈને તનાવ ઘટી રહ્યો નથી. આ મુદ્દે જ અત્યારે અમેરિકા અને ઈરાન યુદ્ધની કગારે ઉભા છે. આ સંજોગોમાં ચીનનું આ અણુ અભિયાન ફક્ત ભારત જ નહીં બલ્કે આખી દુનિયા માટે ચિંતાનો

વિષય છે.

ન્યૂયોર્ક ટાઈમ્સ તરફથી જારી કરવામાં આવેલી તસ્વીરો અનુસાર ચીન પોતાની વ્યૂહાત્મક સ્થિતિને સતત મજબૂત કરવામાં લાગેલું છે. અમેરિકાએ 2020માં જ દાવો કર્યો હતો કે, ચીન ગુપ્ત રાહે અણુ પરીક્ષણો કરી રહ્યું છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે, ચીન અને રશિયા મળીને અમેરિકા સાથે પરમાણુ શત્ર કરાર કરે. અમેરિકાનાં અનુમાન અનુસાર 2024નાં અંત સુધીમાં ચીન પાસે 500થી વધુ પરમાણુ શત્રો હતાં. જેને તે 2030 સુધીમાં 1000 સુધી પહોંચાડવાનું લક્ષ્ય ધરાવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક