• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

રણજી ટ્રોફી સેમિમાં પડીક્કલની બેવડી સદીથી ઉત્તરાખંડ સામે કર્ણાટકના 6 વિકેટે 689 રન

જમ્મુ-કાશ્મીર સામે બંગાળનો હાથ ઉપર: શમીની 3 વિકેટ

લખનઉ/કલ્યાણી તા.16: રણજી ટ્રોફી સેમિ ફાઇનલમાં ઉત્તરાખંડ સામે બંગાળ ટીમે 6 વિકેટે 689 રનનો જંગી સ્કોર ખડકયો છે અને બીજા દિવસની રમતના અંતે પણ દાવ ડિકલેર કર્યોં નથી. ગઇકાલને કેએલ રાહુલ (141)ની સદી પછી આજે દેવદત્ત પડીકકલે બેવડી સદી ફટકારીને 330 દડામાં 29 ચોક્કા અને 3 છક્કાથી 232 રન કર્યાં હતા. કરૂણ નાયર 60 રને આઉટ થયો હતો. જયારે આર. સ્મરણ 121 રને અણનમ રહ્યો હતો. કૃતિક કષ્ણાએ 60 રન કર્યાં હતા. ઉત્તરાખંડ તરફથી આદિત્ય રાવતને 3 વિકેટ મળી હતી.

બીજા સેમિ ફાઇનલમાં બંગાળ ટીમ 328 રને ઓલઆઉટ થઈ હતી. જેમાં સુદીપકુમાર ઘરામીના 146 રન મુખ્ય હતા. જમ્મુ-કાશ્મીર ટીમ તરફથી આકિબ નબીએ પ વિકેટ લીધી હતી. બીજા દિવસની રમતના અંત જમ્મુ-કાશ્મીર ટીમના પ વિકેટે 198 રન થયા હતા. તે બંગાળથી હજુ 130 રન પાછળ છે. બંગાળ તરફથી મોહમ્મદ શમીને 3 વિકેટ મળી હતી. અબ્દુલ સમદ 82 રને આઉટ થયો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક