• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

યુક્રેનમાં ચૂંટણી થાય તો રશિયા હુમલા રોકશે !

- રશિયાના ઉપ વિદેશ મંત્રીએ આપ્યો સંકેત ઃ ઝેલેંસ્કીની સરકારને અવૈધ ગાવી

 

નવી દિલ્હી, તા. 16 ઃ રશિયા અને યુક્રેન યુદ્ધ મુદ્દે મોસ્કો તરફથી કીવને નવી ઓફર આપવામાં આવી છે. ક્રેમલિન તરફથી ઝેલેંસ્કી સરકારની વૈધતા ઉપર સવાલ ઉઠાવતા  સંકેત આપવામાં આવ્યો છે કે જો યુક્રેનમાં ચૂંટણીની ઘોષણા કરવામાં આવે અને નવેસરથી ચૂંટણી કરવામાં આવે તો રશિયા તરફથી થનારા હુમલા તે જ સમયે રોકી દેવામાં આવશે. આ નિવેદન સાથે રશિયાએ પોતાના જૂના વલણને દોહરાવ્યું છે કે તે ઝેલેંસ્કીની સરકારને માન્યતા આપતું નથી.

રશિયન સરકારી સમાચાર એજન્સી તાશને આપેલા એક ઈન્ટરવ્યુમાં રશિયાના ઉપ વિદેશ મંત્રી મિખાઈલ ગાલુજિને ઝેલેંસ્કીની સરકારને અવૈધ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે આ સમસ્યાના ઉકેલ માટે 2025મા જ રાષ્ટ્રપતિ પુતિને એક પ્રસ્તાવ આપ્યો હતો કે યુક્રેની પ્રશાસનને એક સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બનાવવામાં આવેલી સમિતિને સોંપી દેવામાં આવે. જો કે આ મુદ્દે હજી સુધી કોઈ વિચાર કરવામાં આવ્યો નથી.

ગાજુલિને કહ્યું હતું કે રશિયા માને છે કે સંયુક્ત રાષ્ટ્રની સમિતિ યુક્રેનમાં નિષ્પક્ષ ચૂંટણી અને નવી સરકાર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. એક એવી સરકાર જેની સાથે રશિયા શાંતિ સંધિ અને ભવિષ્યના દ્વિપક્ષીય સહયોગની યોગ્ય સમજૂતી ઉપર હસ્તાક્ષર કરી શકે છે. ગાજુલિને આગળ કહ્યું હતું કે, જો યુક્રેન રાષ્ટ્રપતિ ચૂંટણી કરાવશે તો તે જ દિવસે રશિયા હવાઈ હુમલા રોકી દેશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક