• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

WPL ચેમ્પિયન RCB ટીમ પર ધનવર્ષા

વડોદરા તા.6: મહિલા પ્રીમિયર લીગ (ડબલ્યૂપીએલ)ના અંતિમ ઓવર સુધીના રોમાંચક ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હાર આપીને આરસીબી ટીમ બીજીવાર ચેમ્પિયન બની હતી. વિજેતા આરસીબી ટીમની ચમકતી ટ્રોફી સાથે 6 કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું હતું. જયારે સતત ચોથીવાર ખિતાબથી વંચિત રહેનાર ઉપવિજેતા ટીમ દિલ્હી કેપિટલ્સને 3 કરોડના ઇનામ સાથે રનર્સ અપ ટ્રોફીથી સંતોષ માનવો પડયો હતો.

ડબલ્યૂપીએલમાં સૌથી વધુ રન માટેની ઓરેન્જ કેપ સ્મૃતિ મંધાનાને મળી હતી. જયારે ગુજરાત જાયન્ટસની સોફી ડિવાઇન પર્પલ કેપની હકદાર બની હતી. તેણી પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પણ જાહેર થઇ હતી. સોફીએ કુલ 17 વિકેટ લીધી અને 243 રન કર્યાં હતા.

ઇ-પેપરના નવા શુલ્ક