ગ્લેશિયર તળાવોનો વ્યાપ ઝડપથી વધ્યો : IIT રુડકીના અભ્યાસમાં ચેતવણી
નવી
દિલ્હી, તા. 6 : હિમાલયના બરફીલા શિખરો વચ્ચે એક એવી તારાજી આકાર લઈ રહી છે, જે સુનામીથી
ઓછી ખતરનાક નથી. આઇઆઇટી રુડકીના સંશોધકોએ એક ચોંકાવનારા અભ્યાસમાં જણાવ્યું છે કે,
હિમાલયના પર્વતો પર બનેલા ગ્લેશિયલ તળાવોનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. ‘સાયન્ટિફિક
રિપોર્ટ’માં પ્રકાશિત રવીન્દ્ર કુમાર અને સૌરભ વિજયના આ સંશોધન મુજબ, હાઈ માઉન્ટેન
એશિયા એચએમએ ક્ષેત્રમાં 2016થી 2024 વચ્ચે આ તળાવોનાં ક્ષેત્રફળમાં 5.5 ટકાનો જંગી
વધારો થયો છે. હાલમાં 31,000થી વધુ આવાં તળાવ છે, જે 93 લાખ લોકો માટે સીધો ખતરો બની
ગયા છે.
જ્યારે
પર્વતો પરના ગ્લેશિયર પીગળે છે, ત્યારે તેનું પાણી ખાલી જગ્યાઓમાં જમા થઈને તળાવો બનાવે
છે. આ તળાવોની ચારે બાજુ કોઈ પાકા ડેમ હોતા નથી, પરંતુ તે કાચા ખડકો, બરફ અને કાટમાળના
કુદરતી અવરોધોથી ઘેરાયેલા હોય છે.
જ્યારે
ગ્લોબલ વોર્મિંગને કારણે પાણીનું દબાણ વધે છે અથવા હિમપ્રપાતનો બરફ કે કાટમાળ (એવલાન્ચ)
આ તળાવોમાં પડે છે, ત્યારે આ કુદરતી બંધો ફાટી જાય છે. તેને ‘ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ
ફ્લડ.’ (જીએલઓએફ) અથવા ‘િહમાલયી સુનામી’ કહેવામાં આવે છે.
ઉલ્લેખનીય
છે કે, 2013ની કેદારનાથની ત્રાસદી અને 2023માં સિક્કિમમાં આવેલું પૂર આ જોખમના મોટા
ઉદાહરણો છે. આ તળાવો એટલી ઊંચાઈ પર હોય છે કે જ્યારે તેનું પાણી નીચે પડે છે, ત્યારે
તે પ્રચંડ ગતિ પકડી લે છે. તે માત્ર પાણી જ નહીં, પણ મોટા પથ્થરો, માટી અને ઝાડને પણ
સાથે વહાવી લાવે છે, જે રસ્તામાં આવતી દરેક વસ્તુને તબાહ કરી શકે તેટલા પ્રચંડવેગથી
આવતું હોય છે.
આઇઆઇટી
રુડકીના વૈજ્ઞાનિકોએ નાસા અને (યુએસજીએસ)ના ‘લેન્ડસેટ-8’ તેમજ યુરોપિયન સ્પેસ એજન્સીના
‘સેન્ટિનલ’ સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરીને આ ઝીણવટભરી વિગતો મેળવી છે. આ ટેક્નોલોજી વાદળોની
આરપાર પણ જોઈ શકે છે, જેનાથી ત્રીજા ધ્રુવ, ગણાતા આ વિસ્તારનું મોનિટારિંગ હવે શક્ય
બન્યું છે. ચીન સ્થિત કિલિયન શાનના તળાવોના ક્ષેત્રફળમાં સૌથી વધુ 22.5 ટકાનો વધારો
થયો છે. પૂર્વી હિમાલય વિસ્તાર સૌથી વધુ સંવેદનશીલ છે. કારણ કે, અહીં તળાવોની સંખ્યા
સૌથી વધુ છે. ભારતમાં અંદાજે 30 લાખ લોકો સીધી રીતે આ અસ્થિર તળાવોની નીચેના વિસ્તારોમાં
વસેલા છે. વિશ્વભરમાં ગ્લેશિયરના પૂરથી જેટલા
લોકોને ખતરો છે, તેમાંથી 62 ટકા લોકો એકલા એચએસએ
ક્ષેત્રમાં રહે છે. હિમાલયના આ હિસ્સામાં રહેતા ઘણા પરિવારો આ તળાવોથી માત્ર
10 કિલોમીટરના વિસ્તારમાં જ રહે છે. જો કોઈ તળાવ ફાટે, તો લોકોને ચેતવણી આપવા અને સુરક્ષિત
સ્થળે ખસેડવા માટે બહુ ઓછો સમય મળશે. એમ અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું.