બેફામ ગોળીબારથી ગંભીર હદે ઘાયલ નેતાનું હોસ્પિટલ પહોંચતાં જ મૃત્યુ
જાલંધર, તા. 6 : પંજાબનાં જાલંધરમાં
સત્તારૂઢ આમ આદમી પાર્ટીના નેતા લક્કી ઓબેરોયની શુક્રવારની સવારે ગોળી મારીને હત્યા
કરાતાં ભારે હડકંપ મચી ગયો હતો.સ્કૂટરસવાર હુમલાખોરોએ 53 વર્ષીય લક્કીને પાંચ ગોળી
છાતીમાં અને એક ગોળી માથાંમાં મારી હતી.
ગુરુદ્વારામાં માથું ટેકયા બાદ
બહાર આવીને કારમાં બેસવા ગયા, ત્યાંજ તેમના પર બેફામ ગોળીબાર કરાયો હતો.
પરિવારજનો ગંભીર હાલતમાં હોસ્પિટલ
તેડી ગયા, ત્યાં તબીબોએ લક્કી ઓબેરોયને મૃત ઘોષિત કર્યા હતા. સીસીટીવી ફૂટેજમાં ગોળીબાર
દેખાય છે.