• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

પતિ-સાસુના ત્રાસથી કંટાળી ઠીકરિયાળીની પરિણીતાનો આપઘાત

મોરબી, તા.6: વાંકાનેર તાલુકાના ઠીકરિયાળા ગામે રહેતી શીતલબેન હરેશભાઈ નામની પરિણીતાએ સાસરિયા પક્ષના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ મામલે મૃતકની માતા પ્રભાબેન રાઘુભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે પુત્રીના પતિ હરેશ ગોવિંદભાઈ સોરાણી અને સાસુ લીલાબેન ગોવિંદભાઈ સોરાણી (રહે.બન્ને ઠીકરિયાળા, તા.વાંકાનેર) વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે, પાંચ વર્ષ પૂર્વે લગ્ન ગ્રંથીથી જોડાયેલી દીકરીને સાસુના આડા સંબંધોની જાણ થતા તેને સાસુ તથા પતિ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાના કારણે તેણે આ પગલું ભર્યું છે.

મૃત્યુ પામના શીતલબેનને એક વર્ષનો પુત્ર છે. શીતલબેનને આત્મહત્યા કરતા માસુમે માતાની છત્રછાયા ગુમાવી છે. વાંકાનેર તાલુકા પોલીસે આરોપી પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક