• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

ભારત સામેના મેચ બહિષ્કારના નિર્ણયમાં પીછેહઠ નહીં ઃ પાક. PM

કરાચી, તા.પઃ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે કહ્યું છે કે આઇસીસી ટી-20 વર્લ્ડ કપમાં તેના દેશની ટીમ ભારત સામેનો મેચ રમશે નહીં અને આ ફેંસલો ઘણા વિચાર-િવમર્શ બાદ લેવામાં આવ્યો છે. અમે બાંગલાદેશની પડખે ઉભા રહેવા માટે આ નિર્ણય લીધો છે. આથી હવે તેમાં પીછેહઠનો સવાલ ઉભો જ થતો નથી. રમતને હંમેશાં રાજકારણથી દૂર રાખવી જોઇએ.

પાક. પીએમ શરીફે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે આઇસીસીએ બાંગલાદેશ ટીમને ટી-20 વર્લ્ડ કપમાંથી હટાવી દીધાના વિરોધમાં અમે ભારત સામેના મેચના બહિષ્કારનો નિર્ણય લીધો છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે પાકિસ્તાને વર્લ્ડ કપના તા. 1પ ફેબ્રુઆરીના ભારત સામેના ગ્રુપ સ્ટેજના મેચનો બહિષ્કાર જાહેર કર્યો છે. શરીફે જણાવ્યું કે બીસીસીઆઇ ક્રિકેટમાં રાજનીતિ ઘુસેડી રહ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક