ભારતીય યુવા ટીમના 50 ઓવરમાં 9 વિકેટે 411 રનના જવાબમાં ઇંગ્લેન્ડ 40.2 ઓવરમાં 311 રને ઓલઆઉટ
હરારે
તા.6: આઇસીસી અન્ડર-19 વન ડે વર્લ્ડ કપમાં ભારતીય યુવા ટીમ વિક્રમી છઠ્ઠીવાર ચેમ્પિયન
બની છે. આજે રમાયેલા ફાઇનલ મુકાબલામાં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ ભારતનો 100 રને વૈભવી વિજય
થયો હતો. પ્લેયર ઓફ ફાઇનલ વૈભવ સૂર્યવંશીના વિસ્ફોટક 17પ રનની મદદથી ભારતીય ટીમે પ0
ઓવરમાં 9 વિકેટે 411 રન ખડકયાં હતા. જવાબમાં ઈંગ્લેન્ડ ટીમ 40.2 ઓવરમાં 311 રને ઓલઆઉટ
થઇ હતી. અન્ડર-19 વર્લ્ડ કપમાં અગાઉ ભારતીય ટીમ વર્ષ 2000, 2008, 2012, 2018 અને
2022માં ચેમ્પિયન બની હતી. હવે છઠ્ઠી વખત યૂથ વર્લ્ડ કપની ટ્રોફી જીતીને નવો ઇતિહાસ
રચ્યો છે. બીજી તરફ ઇંગ્લેન્ડ ટીમ 1998 બાદ યૂથ વર્લ્ડ કપની ટ્રોફી જીતથી ફરી વંચિત
રહ્યું છે. અન્ડર-19 વર્લ્ડ કપ ચેમ્પિયન બનનાર ભારતીય ટીમને પીએમ નરેન્દ્ર મોદીએ ટિવટ
કરી બિરદાવી હતી.
412
રનના પહાડ સમાન વિજય લક્ષ્યનો પીછો કરી રહેલ ઇંગ્લેન્ડ ટીમ તરફથી કેલેબ ફોકનરે સંઘર્ષ
કરી સદી ફટકારી હતી. તે ફકત 67 દડામાં 9 ચોક્કા-7 છક્કાથી 11પ રન કરી આઉટ થયો હતો.
તેના અને જેમ્સ મિંટો (28) વચ્ચે આઠમી વિકેટમાં 80 દડામાં 92 રનની ભાગીદારી થઇ હતી.
કેપ્ટન થોમસ રિયૂ (31) અને બેન મેયસ (4પ) મોટી ઇનિંગ રમી શકયા ન હતા. ફાઇનલમાં ભારત
તરફથી અમ્બ્રિશે 3 વિકેટ લીધી હતી. દીપેશ દેવેન્દ્ર અને કનિષ્ક ચૌહાણને 2-2 વિકેટ મળી
હતી.
14
વર્ષીય વન્ડરબોય અને રનમશીન વૈભવ સૂર્યવંશીના 80 દડામાં 1પ ચોક્કા અને 1પ છક્કાથી રેકોર્ડબ્રેક
વિદ્યુતવેગી 17પ રનની મદદથી અન્ડર-19 વન ડે વર્લ્ડ કપના ઇંગ્લેન્ડ વિરુદ્ધના ફાઇનલ
મેચમાં ભારતીય યુવા ટીમે 9 વિકેટે 411 રન ખડકયાં હતા. વૈભવની 17પ રનની વિસ્ફોટક ઇનિંગ
સિવાય કપ્તાન આયુષ મ્હાત્રેએ પ1 દડામાં પ3 રનની ઇનિંગ રમી હતી. વૈભવ-આયુષ વચ્ચે બીજી
વિકેટમાં 90 દડામાં 142 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. વેદાંત ત્રિવેદીએ 32, વિહાન મલ્હોત્રાએ
30, વિકેટકીપર અભિજ્ઞાન કુંડુએ 40 અને ઓલરાઉન્ડર કનિષ્ક ચૌહાણે અણનમ 37 રનનું યોગદાન
આપ્યું હતું. આથી અન્ડર-19 ભારતીય ટીમના ફાઇનલમાં પ0 ઓવરમાં 9 વિકેટે 411 રન થયા હતા.
સેમિ
ફાઇનલના શતકવીર બેટર એરોન જોર્જ ફકત 7 રન જ કરી શકયો હતો. ખિલન પટેલ 3 અને હેનિલ પટેલ
પ રને આઉટ થયા હતા. ઈંગ્લેન્ડ તરફથી જેમ્સ મિંટોએ 3 વિકેટ લીધી હતી. જયારે સેબેસ્તિયન
મોર્ગન અને એલેકસ ગ્રીનને 2-2 વિકેટ મળી હતી.