દવા, ઇન્જેકશન, કેપ્સૂલ સહિત 27,722નો મુદ્દામાલ થયો કબજે
પોરબંદર,તા.6
: પોરબંદર નજીકના મોકર ગામે બી.કોમ.ની ડિગ્રી ધરાવનાર બોગસ ડોકટરને સ્પેશ્યલ ઓપરેશન
ગ્રુપની ટીમે બાતમીના આધારે રૂ.27,722ના દવા, ઇન્જેકશન, કેપ્સૂલ સહિત મુદ્દામાલ સાથે
પકડી પાડયો છે.
પોરબંદર
એસઓજી સ્ટાફે બાતમીના મળી હતી કે, મોકર ગામમાં પ્લોટ વિસ્તારમાં કેતન ગંગારામ નેનુજી
(ઉ.વ.51) રહે. કડીયાપ્લોટ શેરી નં.7, રામદેવપીરના મંદિર પાસે પોરબંદરવાળો કોઇ પ્રકારની
લાયકાત વગર ડોકટર તરીકે પ્રેકટીસ કરી દવાઓ આપે છે. જેથી તેના કબ્જામાંથી અલગ-અલગ પ્રકારની
કેપ્સૂલ તથા ઇન્જેકશનો, દવાઓ વગેરે તથા મેડિકલ તપાસણીના સાધનો, રોકડા રૂપિયા મળી કુલ
રૂ.27,722ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં
ગુન્હો નોંધવામાં આવ્યો છે. પંથકમાં રોગચાળાને લીધે લોકો નાની મોટી બીમારીનો ભોગ બનતા
હોવાથી દવા લેવા માટે આવતા હતા. તેથી તેનો ધંધો ધમધોકાર ચાલતો હોવાનું સામે આવ્યુ છે.
પોલીસે દરોડો પાડયો ત્યારે ટેબલ ઉપર મેડિકલ અને દવાના સાધનો મળી આવ્યા હતા તથા તેની
પૂછપરછ કરતા તેની પાસે મેડિકલ પ્રેકટીસ માટેની ડોકટરેટની કોઇ જ ડીગ્રી નથી અને બેચલર
ઓફ કોમર્સની ડીગ્રી હોવાનું કબુલ્યું હતુ.