મોરબી, તા. 5 : મોરબીના ઉંચી માંડલ ગામ નજીક ડમ્પરમાં ચોરખાનું બનાવી માટીની આડમાં દારૂની હેરાફેરી કરનારા બે શખસને ઝડપી લઈ 5.40 લાખનો દારૂ અને બીયરનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે.
મોરબી
એલસીબી ટીમ પેટ્રાલિંગમાં હતી તે દરમિયાન એક ડમ્પર હળવદથી મોરબી આવવાનું છે જેમાં માટી
ભરેલી છે અને ડમ્પરની બોડીમાં આગળના ભાગે ચોરખાનું બનાવી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો
હોવાની બાતમીના આધારે પોલીસે ઉંચી માંડલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ડમ્પર પસાર તથા
તેને રોકી ચેક કરતા ડમ્પરમાં ડ્રાઈવર કેબીન પાછળ ચોરખાનામાંથી રૂ.5,40,600ની કિંમતની
ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાંડની નાની મોટી 2652 બોટલ અને બિયરના 162 ટીનનો જથ્થો મળી
આવતા દારૂ-બીયર તેમજ ડમ્પર, મોબાઈલ અને રૂ.17,595ની કિંમતની 29 ટન માટી મળીને કુલ રૂ.20,68,195નો
મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપી અજય કાંતિલાલ ડામોર અને રાહુલ અર્જુનલાલ વિહાત
(રહે. બન્ને રાજસ્થાન) ને ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.