• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

ત્રણ નકસલી ઠાર, એક જવાન શહીદ

છત્તીસગઢ-મહારાષ્ટ્ર સીમા પર ભીષણ ઘર્ષણ : માર્યા ગયેલામાં એક મહિલા માઓવાદી

જગદલપુર, તા. 6 : છત્તીસગઢ-મહારાષ્ટ્ર સીમા પર શુક્રવારે ભીષણ ઘર્ષણમાં ત્રણ નકસલવાદી ઠાર મરાયા હતા, એક જવાન પણ શહીદ થઇ ગયો હતો, તો એક જવાન ઘાયલ થયો હતો. બંને પક્ષેથી ભીષણ ગોળીબાર બાદ માર્યા ગયેલા માઓવાદીઓ પાસેથી એક એકે-47 અને એક એસએલઆર રાઇફલ કબજે કરાઇ હતી.

મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના ભામરાગઢ તાલુકા વિસ્તારમાં ઘર્ષણ થયું હતું. સી-60 કમાંડોઝની ટીમે ત્રણ નકસલીને ઠાર મારતાં સફળતા મેળવી હતી.

સુરક્ષા દળોએ એન્કાઉન્ટરનાં સ્થળપરથી બે પુરુષ અને એક મહિલા નકસલીના મૃતદેહ કબજે કર્યા હતા.

સુરક્ષા દળો એલર્ટ પર છે અને તલાશી અભિયાન છેડયું હતું. નકસલવાદીઓની ઓળખ કરવાની કવાયત હાથ ધરાઇ હતી.

સી-60નો કોન્સ્ટેબલ દીપક ચિન્ના મકાવી ગંભીર હદે ઘાયલ થતાં હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં સારવાર દરમ્યાન તણે અંતિમ શ્વાસ લીધા હતા.

છેલ્લા એક વર્ષમાં કુલ 232 નકસલવાદી માર્યા ગયા છે, તો 1163ની ધરપકડ થઇ છે. 888 નકસલવાદી શરણે થયા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક