અમેરિકી દૂતાવાસે તેના નાગરિકોને તાત્કાલિક ઇરાન છોડી પાછા આવી જવાની સલાહ આપી
વોશિંગ્ટન, તા. 6 : અમેરિકા અને
ઇરાન વચ્ચે હવે યુદ્ધનાં એંધાણ આપતા હોય તેવા ઘટનાક્રમમાં અમેરિકી દૂતાવાસે શુક્રવારે
તેના નાગરિકોને ઇરાન છોડીને પાછા આવવા સલાહ આપી હતી.
ઇરાન સરકાર સુરક્ષા વધારવા અનેક
જગ્યાઓને સીલ કરી રહી છે અને હવાઇયાત્રા પણ સીમિત થવા માંડી છે.
યુદ્ધના સંકેત વચ્ચે અમેરિકી
દૂતાવાસે એડવાઇઝરીમાં પોતાના નાગરિકોને સડક, હવાઇ કે દરિયાઇ માર્ગનું શરણ લ્યો, પરંતુ
ઇરાન તરત ખાલી કરો.
દુનિયાભરની એરલાઇન્સ ઇરાન જનારી
અને ત્યાંથી આવનારી ઉડાનોને મર્યાદિત કરવા લાગી છે. અનેક ઉડાનો રદ થઇ ગઇ છે એ જોતાં
ઇરાન છોડીને પોતાના દેશમાં પરત ફરવાની સલાહ અપાઇ છે.
એડવાઇઝરીમાં એક ધ્યાન ખેંચનારી
વાત જોવા મળી છે, તેમાં જણાવાયું છે કે, નાગરિકો અમેરિકી સરકારની મદદની કોઇ આશા ન રાખે
અને જાતે જ જલ્દી ઇરાન છોડી દે.
અમેરિકા અને ઇરાન વચ્ચે યોગાનુયોગ
આજે જ નિર્ધારિત પરમાણુ યંત્રણાના ટાંકણે આ એડવાઇઝરી ધ્યાન ખેંચનારી છે.