• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

સર’થી 107 મૃત્યુ પર ઘમસાણ બંગાળ વિધાનસભામાં

પ્રસ્તાવમાં આરોપ; ચૂંટણીપંચ જવાબદારી લે, ભાજપના પ્રહાર :

ચૂંટણીનો લાભ લેવા કૃત્ય

કોલકાતા, તા. 5 : પશ્ચિમ બંગાળ વિધાનસભામાં આજે એક પ્રસ્તાવ રજૂ કરાયો હતો, જેમાં દાવો કરાયો છે કે, મતદાર યાદી સુધારણા (સર)ના ડરના કારણે જ 107 લોકોનાં મોત થયાં છે.

ભાજપે મમતા સરકાર પર પલટવાર કરતાં કહ્યું હતું કે, તૃણમૂલ કોંગ્રેસ ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે ઇરાદાપૂર્વક લોકોમાં ખોટી અફવા ફેલાવે છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આરોપ મૂક્યો હતો કે, કેન્દ્રની મોદી સરકાર અને સત્તારૂઢ ભાજપ બંગાળને નિશાન બનાવે છે.

ચૂંટણીપંચ આ મામલામાં નિષ્પક્ષ ભૂમિકા નહીં ભજવતાં કેન્દ્ર સરકારના ઇશારે કામ કરે છે, તેવો આરોપ તૃણમૂલ સરકારે મૂક્યો હતો. પ્રસ્તાવમાં દાવો કરાયો હતો કે, વિધાનસભા ચૂંટણી પૂર્વે મતદાર યાદી સુધારણાના નામ પર રાજ્યમાં ડર અને અસુરક્ષાનો માહોલ ઊભો કરાયો હતો.

મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે, સરથી ડરના કારણે થયેલાં મોતોની જવાબદારી કેન્દ્ર સરકાર, ચૂંટણીપંચે લેવી જોઇએ. ભાજપે કહ્યું હતું કે, તૃણમૂલ જે મોતો લેખાવે છે તે વ્યક્તિગત ઘટનાઓ છે, જેને રાજકીય રંગ આપવો ખોટું કૃત્ય છે.

મમતા સરકારને ‘સુપ્રીમ’ ઝટકો

સર્વોચ્ચ અદાલતે 2009થી બાકી 10 વર્ષના ડીએના પૈસા માર્ચ સુધી ચૂકવવા આદેશ આપ્યો

નવી દિલ્હી, તા. 5 : પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે, અદાલતે તૃણમૂલની સરકારને નિર્દેશ આપ્યો છે કે, તેના કર્મચારીઓને 2009થી 2019 સુધીનું બાકી મોંઘવારી ભથ્થું ચૂકવી આપે. મોંઘવારી ભથ્થા (ડીએ)ને કર્મચારીઓનો બંધારણીય અધિકાર લેખાવતાં સુપ્રીમે પૂરી રકમ માર્ચ સુધીમાં આપી દેવા નિર્દેશ આપ્યો હતો.

જસ્ટિસ સંજય કરોલ અને પ્રશાંતકુમાર મિશ્રાની ખંડપીઠે કહ્યંy હતું કે, એકવાર મોંઘવારી ભથ્થાની ગણના થયા બાદ રાજ્ય સરકાર તેમાં કોઈ જ બદલાવ કરી શકતી નથી. સુપ્રીમ કોર્ટે ચૂકવાણાની પ્રક્રિયા નિર્ધારિત કરવા માટે પૂર્વ ન્યાયમૂર્તિ ઈંદુ મલ્હોત્રાના વઠપણ હેઠળ એક વિશેષ સમિતિ રચી છે.

ઇ-પેપરના નવા શુલ્ક