• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

જૂનાગઢના રામદેવપરામાંથી મોડી રાત્રે રૂ.2.18 લાખના ગાંજાના જથ્થા સાથે બે ઝડપાયા

જૂનાગઢ, તા.6: જૂનાગઢના સક્કરબાગ નજીક રામદેવપરામાં બે શખસ ગાંજાનું વેચાણ કરતા હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસે દરોડો પાડી રૂ.2.18 લાખની કિંમતના 4.378 કિલો ગાંજા સાથે બન્નેને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અહીંના રામદેવપરામાં રહેતા ઈકબાલખાન અશરફખાન પઠાણ અને હિતેશ શાંતિલાલ શાહ ગાંજાનું વેચાણ કરતા હોવાની અને ગાંજાના જથ્થા સાથે ઈકબાલ ખાનના ઘરે હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસે મધરાતે દરોડો પાડયો હતો. પોલીસે આ બન્ને શખસોને 4.378 કિલો ગાંજો કિંમત રૂ.2,18,900/-ના જથ્થા સાથે ઝડપી નાર્કોટિક્સ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક