• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

15 ચોક્કા-15 છક્કાથી 80 દડામાં 175 રન ફટકારી કીર્તિમાનની હારમાળા રચતો વૈભવ

હરારે તા.6:  વૈભવ સૂર્યવંશીના બેટમાંથી વધુ એક વખત રનનો ધોધ નીકળ્યો હતો. અન્ડર-19 વર્લ્ડ કપમાં વૈભવ સૂર્યની જેમ ચમકી ઉઠયો હતો. તેણે ફકત પપ દડામાં સદી પૂરી કરી હતી. જયારે દોઢી સદી 72 દડામાં બનાવી હતી. વૈભવ સૂર્યવંશીએ પહેલા દડાથી જ ઇંગ્લેન્ડના બોલરો પર હલ્લાબોલ કરીને 80 દડામાં 17પ રનની વિસ્ફોટક ઇનિંગ રમી મેદાન પર રનનું રમખાણ સર્જ્યું હતું. તેણે 1પ ચોક્કા અને 1પ છક્કા ફટકારી રનની આતશબાજી કરી હતી.

આ ઇનિંગ દરમિયાન વૈભવ સૂર્યવંશીએ કીર્તિમાનની હારમાળા રચી હતી. તે યૂથ વન ડે ક્રિકેટમાં સર્વાધિક રન કરનારો બેટર બની ગયો છે. તેણે આફ્રિકાના કિવંટન ડિકોકને પાછળ રાખી દીધો છે. ડિકોકના નામે યૂથ વન ડેમાં કુલ 1409 રન છે. વૈભવના હવે 1412 રન થયા છે. આ ઉપરાંત અન્ડર-19 વર્લ્ડ કપમાં વૈભવ કુલ 28 છક્કા ફટકારી આ મામલે નંબર વન બેટર બની ગયો છે. અગાઉ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસે 2022ના વર્લ્ડ કપમાં 18 છક્કા માર્યાં હતા. પપ દડામાં સદી કરી વૈભવે અન્ડર-19 વર્લ્ડ કપની બીજી ઝડપી સદી કરી છે. ઓસ્ટ્રેલિયાના વિલ મલાજચુકે પ1 દડામાં સદી કરી હતી. અન્ડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં સદી કરનારો વૈભવ ત્રીજો ભારતીય બેટધર બન્યો છે. આ પહેલા ઉન્મુકત ચંદે 2012માં અને મંજોત કાલરાએ 2018માં ફાઇનલમાં સદી કરી હતી. અન્ડર-19 વર્લ્ડ કપની એક ઇનિંગમાં 1પ છક્કાનો પણ વૈભવે વિક્રમ બનાવ્યો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક