• શનિવાર, 14 જૂન, 2025

ભારત સામે પરીક્ષા, પણ પડકારના સામના માટે તૈયાર: મેક્યૂલમ

ઇંગ્લેન્ડના હેડ કોચનો હુંકાર

 

લંડન તા.12: ઇંગ્લેન્ડ ટીમના હેડ કોચ બ્રેંડન મેકયૂલમનું માનવું છે કે ભારતીય ટીમ સારી તૈયારી અને આત્મવિશ્વાસથી અહીં આવી છે. તેના ખેલાડીઓને ખબર હશે કે અમારી સામે કેવો પડકાર છે. ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નવા રાઉન્ડની શરૂઆત 20મીથી ઇંગ્લેન્ડ સામે પહેલા ટેસ્ટ માટે મેદાનમાં ઉતરીને કરશે.

કોચ મેકયૂલમે જણાવ્યું કે ભારત શાનદાર ક્રિકેટ રમનારો દેશ છે. ભારતીય ટીમ અહીં ઘણી આશાઓ સાથે આવી હશે. અમે તેના પડકાર માટે તૈયાર છીએ. ઇંગ્લેન્ડ ટીમે હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ ટીમનો વન ડે અને ટી-20 શ્રેણીમાં 6-0થી સફાયો કર્યોં છે. હવે તે લાલ દડાથી પ મેચની શ્રેણી ભારત સામે રમશે. આ વર્ષના અંતમાં રમાનાર એશિઝ સિરીઝની તૈયાર માટે ઇંગ્લેન્ડ માટે ભારત સામેની શ્રેણી ઘણી મહત્વની છે.

ઇંગ્લેન્ડના કેટલાક ઝડપી બોલર ઇજાગ્રસ્ત છે. માર્ક વૂડ અને ગસ એટકિન્સન લગભગ ત્રણ ટેસ્ટ ગુમાવશે. જે વિશે કોચ મેકયૂલમે કહ્યંy કે અમારી પાસે બોલિંગમાં સારા વિકલ્પ છે. ક્રિસ વોકસ, સેમ કુક, બ્રાયડન કાર્સ, જેમી ઓવરટન, જોશ ટંગના રૂપમાં સારા અને વિવિધાપૂર્ણ આક્રમણ વિકલ્પ છે. સ્પિન વિભાગમાં શોએબ બશીર સતત સુધારો કરી રહ્યો છે. અમને ખબર છે કે ભારત સામે અમારી પરીક્ષા થશે. જે માટે અમે પૂરી રીતે તૈયાર છીએ. આ તકે ઇંગ્લેન્ડના કોચ મેકયૂલમે વિકેટકીપર-બેટર જેમી સ્મિથની પ્રશંસા કરી હતી અને કહ્યંy હતું કે તે બેટિંગમાં વિશેષ પ્રતિભા ધરાવે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક