• શનિવાર, 14 જૂન, 2025

ધ્રાંગધ્રાની ધ્રુમઠ ચોકડી નજીક ટ્રક-એસ.ટી.બસનો અકસ્માત : 17ને ઈજા

એસ.ટી. બસના  ચાલકથી બ્રેક ન લાગતા ટ્રકને પાછળથી ટક્કર મારી હોવાનું પ્રાથમિક તારણ 

ધ્રાંગધ્રા, તા.12 : ધાંગધ્રા ધ્રુમઠ ચોકડી નજીક ટ્રક પાછળ એસ.ટી. બસ ઘુસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. એસ.ટી. બસના  ચાલકથી બ્રેક ન લાગતા ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. જેમાં એસટી બસમાં સવાર 17થી વધુ લોકોને ગંભીર ઈજા થતા તત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ ધ્રાંગધ્રાની ધ્રુમઠ ચોકડી નજીક હાઇ-વે ગઈકાલે રાત્રીના 12 વાગ્યા આસપાસ એક ટ્રક હાઇવે પર સાઈડમાં ઉભી હતી. તે સમયે એસ.ટી બસની બ્રેક ન લાગતા ટ્રક પાછળ ટક્કર લાગતા બસમાં સવાર 17થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરાવ્યો હતો અને ઇજાગ્રસ્ત લોકોને પોલીસ દ્વારા ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં કેટલાક મુસાફરોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક