અત્યાર
સુધીમાં 13 ટીમે ટિકિટ બૂક કરાવી
નવી
દિલ્હી તા.11: આવતા વર્ષે રમાનાર ફીફા વર્લ્ડ કપ માટે બ્રાઝિલ, ઇકવાડોર અને ઓસ્ટ્રેલિયાએ
ક્વોલીફાય કરી લીધું છે. આ ત્રણેય દેશની ટીમ તેમના ગ્રુપના નિર્ણાયક મેચ જીતવામાં સફળ
રહી છે. જયારે લિયોનલ મેસ્સીની ટીમ આર્જેન્ટિનાએ કોલંબિયા વિરૂધ્ધ ડ્રો મેચ રમ્યો હતો.
આર્જેન્ટિના પહેલા જ ક્વોલીફાય થઇ ચૂક્યું છે. અત્યાર સુધીમાં કુલ 13 ટીમ ફૂટબોલ વર્લ્ડ
કપ માટે ક્વોલીફાય થઇ છે. 2026ના ફીફા વર્લ્ડ કપમાં કુલ 48 ટીમ રમવાની છે. અત્યાર સુધી
વિશ્વ કપમાં કુલ 32 ટીમો રમતી હતી. ફૂટબોલ વર્લ્ડ કપ 2026માં અમેરિકા, કેનેડા અને મેક્સિકો
દેશના યજમાનપદે રમાવાનો છે.
ઓસ્ટ્રેલિયાનો
ગઇકાલે રમાયેલા મેચમાં સાઉદી અરબ સામે 2-1થી વિજય થયો હતો જ્યારે બ્રાઝિલનો પરાગ્વે
સામે 1-0 ગોલથી વિજય થયો હતો. ઇક્વાડોર અને પેરૂનો મેચ 0-0થી ડ્રો રહ્યો હતો. આથી ઇકવાડોરની
વર્લ્ડ કપની સીટ બૂક થઇ ગઇ હતી.
અત્યાર
સુધી ક્વોલીફાય થયેલી ટીમમાં એશિયા ઝોનમાંથી જાપાન, ઇરાન, દ. કોરિયા, ઓસ્ટ્રેલિયા,
જોર્ડન અને ઉઝબેકિસ્તાન છે. ઓશિનિયા ઝોનમાંથી ન્યુઝીલેન્ડે ટિકિટ બૂક કરાવી છે. દ.
અમેરિકા ઝોનમાંથી આર્જેન્ટિના, બ્રાઝિલ અને ઇકવાડોર ક્વોલીફાય થયા છે.