લંડન, તા.12: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકી ફાસ્ટ બોલર કાગિસો રબાડાએ પહેલા દિવસે પપ રનમાં પ વિકેટ ઝડપી હતી. રબાડાની કાતિલ બોલિંગથી ઓસ્ટ્રેલિયા ટીમ 212 રને ઓલઆઉટ થઇ હતી. રબાડાએ ફાઇવ વિકેટ હોલ સાથે વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. તે આફ્રિકા તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની સૂચિમાં મહાન એલેન ડોનાલ્ડથી આગળ થયો છે. રબાડા હવે આ સૂચિમાં ચોથા નંબર પર આવી ગયો છે.
આફ્રિકા
તરફથી સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની સૂચિમાં ડેન સ્ટેન 439 વિકેટ સાથે પહેલા નંબર
પર છે. રબાડાની હવે 331 વિકેટ થઇ છે અને ચોથા સ્થાને છે. આ ઉપરાંત રબાડાએ બુમરાહથી
ઓછી સ્ટ્રાઇક રેટ 200 કે તેથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. રબાડાએ 39.1ની
સ્ટ્રાઇક રેટથી વિકેટો લીધી છે. જ્યારે બુમરાહના નામે 42.00ની સ્ટ્રાઇક રેટથી વિકેટો
છે. આ સૂચિમાં ત્રીજા સ્થાને ડેલ સ્ટેન (42.3) છે. આ પછી અનુક્રમે વકાર યુનુસ (43.4),
પેટ કમિન્સ (46.3), માલ્કમ માર્શલ (46.7).
આફ્રિકા
તરફથી સૌથી વધુ વિકેટ
439 ડેલ સ્ટેન
421 શોન પોલોક
390 મખાયા એન્ટિની
331 કાગિસો રબાડા
330 એલેન ડોનાલ્ડ
309 મોર્ને મોર્કલ