• શનિવાર, 14 જૂન, 2025

વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટ ટીમની કાયાકલ્પ : 7 ફેરફાર

રોસ્ટન ચેઝ નવો કપ્તાન

બ્રિજટાઉન, તા.11: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની આગામી ત્રણ ટેસ્ટ મેચની વેસ્ટ ઇન્ડિઝની ટીમ નવા કેપ્ટન સાથે જાહેર થઇ છે. વિન્ડિઝની રેડ બોલ ટીમમાં ઘણા ફેરફાર થયા છે. વેસ્ટ ઇન્ડિઝ-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણી 2પ જૂનથી શરૂ થશે. વિન્ડિઝ ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન રોસ્ટન ચેઝ બન્યો છે. તે માર્ચ 2023 બાદમાં કોઇ ટેસ્ટ રમ્યો નથી. વન ડે અને ટી-20 કેપ્ટન શાઇ હોપને ફરી ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે. બ્રેંડન કિંગ પહેલીવાર ટેસ્ટ ટીમમાં સામેલ થયો છે. કેવલન એન્ડરસન, જોહાન લેન નવા ચહેરા છે. એન્ડરસન ફિલિપે વાપસી કરી છે. વિન્ડિઝ ટેસ્ટ ટીમમાં 7 ફેરફાર કરાયા છે.

વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટ ટીમ: રોસ્ટન ચેઝ (કેપ્ટન), જોમેલ વારકિન (વાઇસ કેપ્ટન), કેવલન એન્ડરસન, ક્રેગ બ્રેથવેટ, જોન કેમ્પબેલ, કીસી કાર્ટી, જસ્ટિન ગ્રીવ્સ, શાઇ હોપ, ટેવિન ઇમાલાચ, અલ્જારી જોસેફ, શમર જોસેફ, જોહાન લેન, મિકાઇલ લુઇસ, એન્ડરસન ફિલિપ અને જેડન સિલ્સ.

 

ઇ-પેપરના નવા શુલ્ક