કોંગ્રેસ
અધ્યક્ષના પ્રહાર : આટલું જૂઠું બોલનાર વડાપ્રધાન જોયા નથી
નવી
દિલ્હી, તા. 11 : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકારના શાસનકાળ સામે સવાલ
ઊઠાવતાં આરોપ મૂક્યો હતો કે, 11 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 33 ભૂલો કરી છે.
હું
64 વર્ષથી રાજનીતિમાં છું, પરંતુ મોદી જેવા જૂઠું બોલનારા વડાપ્રધાન ક્યારેય જોયા નથી,
તેવા પ્રહારો ખડગેએ કર્યા હતા.
કોંગ્રેસ
અધ્યક્ષે કહ્યું હતું કે, વડાપ્રધાન કદી પણ પોતાની ભૂલો સ્વીકારતા નથી, બસ, બોલ્યા
જ કરે છે. ખોટું બોલવું, ભૂલો કરવી, મત મેળવવા માટે યુવાનોને, ગરીબોને મૂર્ખ બનાવવા
અને તેના સવાલ પૂછો તો મોદી કોઈ જવાબ જ નથી આપતા, તેવો આરોપ તેમણે મૂક્યો હતો.
મોદી
સરકારે વીતેલા સોમવારે પોતાના ત્રીજા કાર્યકાળને પ્રથમ અને કુલ્લ શાસનકાળને 11 વર્ષ
પૂર્ણ થવાની ઉજવણી કરી હતી.
એ જ
દિવસે નવમી જૂને પણ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ એક્સ પર પોસ્ટ કરીને મોદી સરકારના કાર્યકાળ
સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આરોપ મૂક્યો હતો કે, છેલ્લા 11 વર્ષમાં મોદી સરકારે
અર્થવ્યવસ્થા, લોકતંત્રને આઘાત આપ્યો છે.