• મંગળવાર, 21 મે, 2024

ઉત્તરાખંડ આયુષ વિભાગને 1 લાખનો દંડ

પતંજલિ કેસમાં સુપ્રીમની ફટકાર : ઈંખઅના અધ્યક્ષને ગંભીર પરિણામોની ચેતવણી

નવી દિલ્હી, તા.30 : પતંજલિ કેસમાં સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડના આયુષ વિભાગને ફટકાર સાથે રૂ.1 લાખનો દંડ ફટકાર્યો છે. આની સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનને પણ આજે કોર્ટે આડે હાથ લીધું હતું. કોર્ટે આઇએમએને કહ્યું હતું કે, તેણે મોંઘી દવાઓ લખતા પોતાના તબીબો વિશે વિચારવા માટે પણ કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, જો તમે કોઈની સામે આંગળી ચીંધો તો બાકીની આંગળી તમારી તરફ ચીંધાતી હોય છે.

 રાજ્ય લાયસેન્સિંગ ઓથોરિટીએ કોર્ટને જણાવ્યું હતું કે, પતંજલિ અને તેના એકમ દિવ્યા ફાર્મસીના 14 મેન્યુફેક્ચરિંગ લાયસન્સ તાત્કાલિક અસરથી 1પ એપ્રિલે રદ કરાયા હતા. જેના પર કોર્ટે કહ્યંy કે તમે હવે ઉંઘમાંથી જાગ્યા છો. પતંજલિની ભ્રામક જાહેર ખબરો મામલે મંગળવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડની લાયસેન્સિંગ ઓથોરિટીને ફટકાર લગાવી હતી. કોર્ટે આયુષ વિભાગને ઠપકો આપતાં કહ્યંy કે, એવું લાગે છે કે જ્યારે તમે કંઈક કરવા ઈચ્છો છો તો પૂરી ઝડપથી કરો છો પરંતુ જો કરવા નથી ઈચ્છતા તો વર્ષો લાગી જાય છે. તમે 3 દિવમાં પગલાં લીધાં પરંતુ છેલ્લા 9 મહિનામાં શું કરી રહ્યા હતા ? એવું લાગે છે કે, તેઓ માત્ર પોસ્ટ ઓફિસની જેમ કામ કરી રહ્યા છે. કોર્ટે ઓથોરિટીએ રજૂ કરેલું સોગંદનામું પણ ફગાવી દઈને સુધારા સાથે રજૂ કરવા તાકીદ કરી હતી. મોંઘી દવા લખતા તબીબો વિશે સર્વોચ્ચ અદાલતે કરેલી આકરી ટકોર પછી આઇએમએનાં અધ્યક્ષ ડૉ. આર. વી. અશોકને એક ઇન્ટરવ્યૂમાં પ્રતિક્રિયા આપી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક