• મંગળવાર, 21 મે, 2024

LAC ઉપર નવો ‘ખેલ’ કરવા ચીનનો મનસૂબો

વાસ્તવિક નિયંત્રણ રેખા સમીપ પોતાની સૈન્ય સ્થિતિ મજબૂત બનાવવાની મથામણ

નવી દિલ્હી, તા.29 : પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં ચીન સાથે ભારતીય સેનાનાં ટકરાવને ચાર વર્ષનાં વહાણા વાઈ ગયા છે. બન્ને દેશની સેના વચ્ચે તે ઘર્ષણ બાદથી જ વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી) ઉપર સર્જાયેલી તંગદિલી હજી પણ બરકરાર છે. આ તનાવ વચ્ચે સમાચાર આવી રહ્યાં છે કે, ચીન બોર્ડર ઉપર પોતાની સ્થિતિએ અધિક મજબૂત કરવાની મથામણ કરી રહ્યું છે.

ચીન સીમા ઉપર બેવડાં ઉપયોગ માટે શિયાઓકાંગ ગામ વસાવી રહ્યું છે અને બુનિયાદી ઢાંચો મજબૂત બનાવી રહ્યું છે. સૈન્ય ઠેકાણાઓને સબળ બનાવવા માટે ભારત તરફ સ્થિત પોતાનાં હવાઈ મથકો ઉપર વધુ વિમાનોની તૈનાતી કરી રહ્યું છે.

નવી સેટેલાઈટ ઈમેજ અને ગુપ્તચર અહેવાલો અને અન્ય બાતમીમાં લદ્દાખથી અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલી 3488 કિ.મી. લાંબી એલએસીનાં ત્રણેય સેક્ટરમાં ચીનની મેલીમુરાદ દેખાડતી ગતિવિધિની સાક્ષી પુરાવી જાય છે. ચીને તાજેતરમાં જ સેમજંગલિંગનાં ઉત્તરથી ગલવાન ઘાટી સુધી એક સડકનું નિર્માણ પણ પૂરું કરી લીધું છે. જેનાથી ચીની સેનાને આ વિસ્તારમાં ઝડપી હિલચાલ કરવામાં સરળતા રહેશે. બફર ઝોન નજીક પણ તે પોતાની સ્થિતિ મજબૂત બનાવી રહ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક