• મંગળવાર, 21 મે, 2024

બંધારણની પ્રસ્તાવનામાંથી ધર્મનિરપેક્ષ શબ્દ હટાવવાની માગ

સુપ્રીમે સુનાવણી ટાળી: સુબ્રમણ્યમ સ્વામીની અરજી ઉપર કોર્ટે કહ્યું, આજે બહુ વ્યસ્તતા છે

નવી દિલ્હી, તા.29 : પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપનાં નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દેશનાં બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દોને હટાવવા માટેની લોકહિત અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. જેનાં ઉપર આજે સુનાવણી તો શરૂ થઈ હતી પણ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની પીઠે આજે બહુ વ્યસ્તતા હોવાનું કહીને તેનાં ઉપર વધુ સુનાવણી મુલતવી રાખી દીધી હતી.

કોર્ટમાં આજે સુનાવણી શરૂ થવા સાથે અરજદાર તરફથી આને બંધારણીય મુદ્દો ગણાવવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે, આમાં જેટલા પણ સવાલ હોય તેનાં જવાબ આપવાની તૈયારી છે. જેને પગલે જસ્ટિસ ખન્નાએ કહ્યું હતું કે, આ બારામાં રજાઓ પછી સુનાવણી કરવામાં આવશે. આજે અદાલત બહુ વ્યસ્ત છે. ઉલ્લેખનીય છે કે, ગત ફેબ્રુઆરીમાં થયેલી સુનાવણીમાં જસ્ટિસ ખન્નાએ પૂછયું હતું કે, શું બંધારણની પ્રસ્તાવનાને 42મા સુધારા પહેલા પણ સંશોધિત કરી શકાતી હતી અને તે શબ્દોને અંગીકાર કરવાતી તારીખને બરકરાર રાખી શકાતી હતી? ત્યારબાદ એ વખતે સુનાવણી એપ્રિલ સુધી મોકૂફ રાખી દેવામાં આવી હતી.

-----------

સુપ્રીમ કોર્ટ પરિસરમાં પ્રથમ રાષ્ટ્રપતિની પ્રતિમા સ્થાપવાની માગ

નવી દિલ્હી, તા.29 : સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા(સીજેઆઈ) ડી.વાય.ચંદ્રચૂડને પત્ર લખીને સર્વોચ્ચ અદાલતનાં પરિસરમાં દેશનાં પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ અને પ્રથમ પ્રમુખ ન્યાયમૂર્તિ એચ.જે.કાનિયાની પ્રતિમાઓ સ્થાપિત કરવાનાં સંગઠનનાં અનુરોધ ઉપર વિચારણા કરવા આગ્રહ કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ બન્ને મૂર્તિ બન્ને હસ્તીઓ પ્રત્યે સાચી શ્રદ્ધાંજલિના રૂપમાં કામ કરશે અને તેને સુપ્રીમ કોર્ટ પરિસરનાં ગેટ સી અને ડી પાસે સ્થાપિત કરવાનો પ્રસ્તાવ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક