• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

22 ભારતીય ક્રૂ સવાર ઓઈલ જહાજ પર ડ્રોન હુમલો

સરકારે કહ્યું, તમામ ભારતીય સુરક્ષિત

નવી દિલ્હી, તા. 10 : શારઝાહ એન્કરેજ ખાતે પનામાના ધ્વજવાળા ક્રૂડ ઓઇલ ટેન્કર MT GEM NO. 2 પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજ પર કુલ 22 ભારતીય નાગરિકો ક્રૂ મેમ્બર તરીકે સવાર હતા. આ ઘટનાએ વૈશ્વિક સ્તરે દરિયાઈ પરિવહન અને ક્ષેત્રીય સુરક્ષા સામે ગંભીર પડકારો ઊભા કર્યા છે, જેની નોંધ આંતરરાષ્ટ્રીય સ્તરે લેવામાં આવી રહી છે. કેન્દ્રીય શાપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર આ બાબતની સત્તાવાર માહિતી શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હુમલાની આ ઘટના બાદ જહાજ પર રહેલા તમામ ભારતીય નાવિકો સંપૂર્ણપણે સુરક્ષિત છે. મંત્રીએ પોતાના નિવેદનમાં રાહત વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ‘મને આ માહિતી આપતાં રાહત અનુભવાય છે કે જહાજ પર સવાર આપણા તમામ 22 ભારતીય નાવિકો સુરક્ષિત છે.’

ભારત સરકાર આ સમગ્ર પરિસ્થિતિ પર અત્યંત બારીકથી નજર રાખી રહી છે. નાવિકોની સુરક્ષા અને તેમની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર જહાજનું સંચાલન કરતી મેનેજમેન્ટ કંપનીના સતત સંપર્કમાં છે.

ઇ-પેપરના નવા શુલ્ક