પોસ્ટમાં કહ્યું, નોર્વે ઉપર એવો ડાઘ લાગ્યો છે જે ક્યારેય જશે નહી
વોશિંગ્ટન,
તા. 10 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું
મોઢું નોબેલના કારણે ફુલાયું છે. તેમણે ભારતીય મૂળના દક્ષિણ આફ્રિકી ન્યાયવિદ નવી પિલ્લેઈને
નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવતા નારાજગી વ્યક્ત કરી હતી. ટ્રમ્પે પોતાની એક પોસ્ટમાં
કહ્યું હતું કે પોતાને આઠ નોબેલ પુરસ્કાર મળવા જોઈતા હતા, માત્ર એક નહી. આઠ યુદ્ધ ઉપરાંત
અન્ય મહત્વપૂર્ણ વિવાદોને તેમણે ઉકેલ્યા છે. ટ્રમ્પે આગળ નવી પિલ્લેઈ અંગે લખ્યું હતું
કે આ મહિલા કોણ છે ? પોતે, જનતા કે કોઈપણને મહિલા અંગે જાણકારી નથી અને તેને નોબેલ
આપી દેવાયો છે. ટ્રમ્પ નોર્વે ઉપર ખુબ જ ભડકી ઉઠયા છે અને પિલ્લેઈના નામની જાહેરાત
બાદ ટ્રમ્પ પ્રશાસને ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ ઉપર જ પ્રતિબંધ મુકી દીધા હતા.
ટ્રમ્પે
આગળ લખ્યું હતું કે, પિલ્લેઈ અંગે કોઈએ કંઈ સાંભળ્યું નથી. તેઓની જાણકારી અનુસાર પિલ્લેઈ
સ્પષ્ટ રૂપથી ઈઝરાયલ વિરોધી છે. પોતે તો આઠ યુદ્ધ રોકાવ્યા છે અને જે દેશોની મદદ કરી
છે તે દેશના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનોએ નોર્વેજિયન નોબેલ સમિતિને પત્ર મોકલ્યા હતા.
જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ સૌથી ખાસ છે. જે યુદ્ધ રોકાવવું હકીકતમાં
નોબેલ માટે પર્યાપ્ત છે.
ટ્રમ્પે
પોતાની વાહવાહ કરતા કહ્યું હતું કે ઈતિહાસમાં સોથી વધારે જીવ બચાવ્યા છે. ઈરાનને પરમાણુ
હથિયાર બનાવતું રોક્યું છે અને પુરા મિડલ ઈસ્ટને બચાવ્યું છે. દુનિયાભરમાંથી 196 બંધકોને
બીજા દેશની કેદમાં છોડાવીને ઘર સુધી પહોંચાડનારા પણ પોતે જ છે. તેમ છતાં નોબેલ પ્રાઈઝ
એવા વ્યક્તિને મળ્યું છે જેને કોઈ જાણતું પણ નથી. નોર્વે ઉપર એવો દાગ લાગ્યો છે જે
ક્યારેય ભુંસાઈ શકશે નહી.