રાષ્ટ્રપતિ ઈશાકે કરી સર્વોચ્ચ સન્માન આપવાની ઘોષણા
તેલઅવીવ,
તા. 9 : ફ્લાય દુબઈના વિમાનમાં ઘાતક હુમલાનો બહાદુરીભેર સામનો કરીને 174 યાત્રીને બચાવનાર
ભારતીય પાઈલટ કેપ્ટન સ્મિત મચ્છરને સર્વોચ્ચ નાગરિક વીરતા પુરસ્કારથી સન્માનિત કરવાનો
ઐતિહાસિક નિર્ણય ઈઝરાયલ સરકારે લીધો છે.
ઈઝરાયલના
રાષ્ટ્રપતિ ઈશા હર્જોગે સ્મિતને દેશના સર્વોચ્ચ નાગરિક વીરતા પુરસ્કારથી સન્માનિત કરવાની
ઘોષણા કરી હતી. આ વિશેષ પુરસ્કાર સાતમી ઓક્ટોબર-2023 બાદ શરૂ કરાયો હતો. આ પુરસ્કાર
એવી અસાધારણ વ્યક્તિઓને અપાય છે જે બીજાના જીવ બચાવે છે.
સાહસ
અને સર્વોચ્ચ બલિદાનની ભાવના બતાવવા બદલ ગુજ્જુ પાઈલટનું સન્માન કરવાનો નિર્ણય ઈઝરાયલ
સરકારે કર્યો છે. ગુજરાતના ભારતીય પાઈલટ કેપ્ટન સ્મિત મચ્છરે બતાવેલી બહાદુરીની દુનિયાભરમાં
ચર્ચા વચ્ચે આ ઘોષણા મહત્ત્વ ધરાવે છે.