• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

વડોદરામાં ટ્રાવેલ કંપનીના નામે ઠગાઈ કરનાર વધુ એક ઝડપાયો

સુરતમાં પણ સેમિનાર યોજી લોકોને જાળમાં ફસાવ્યાની આશંકા, એક આરોપી ઇન્દોરથી ઝડપાયો

વડોદરા, તા.10: વડોદરામાં છ મહિનામાં રોકાણની રકમ બમણી કરી આપવાની લાલચ આપીને અનેક લોકો સાથે ઠગાઈ કરવાના કેસમાં પોલીસે વધુ એક આરોપીની ઇન્દોરથી ધરપકડકરી છે. ટ્રાવેલ કંપનીના નામે રોકાણ કરાવી ટોળકી ફરાર થઈ ગયા બાદ હરણી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં ગુનો નોંધાયો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડી હરણી પોલીસને સોંપ્યો હતો. બાદમાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

તપાસમાં ટ્રાવેલ કંપનીના સંચાલક નિલેશ હીરજીભાઈ ભિખડિયાએ હોલિડે પેકેજતેમજ સોનાઅને તેલના વ્યવસાયમાં રોકાણની લાલચ આપીહતી. તરસાલીના લોન કન્સલ્ટન્ટ અશોકભાઈ દૂબે અને તેમના મિત્રોએ આ સ્કીમમાં રૂ.70 લાખથી વધુનું રોકાણ કર્યું હતું. જોકે, બાદમાં ટોળકી ફરાર થઈ ગઈ હતી. પોલીસે અગાઉ નિલેઈં ભિખડિયા અને ઇન્દોરના ઇશ્વર જોષીની ધરપકડ કરીહતી. ઠગાઈમાં વપરાયેલા બેંકખાતાના એકાઉન્ટ હોલ્ડર પ્રફુલ્લ યોગેન્દ્ર બરગાલને વોન્ટેડ જાહેર કરાયો હતો, જેને હવે ઝડપી લેવાયો છે.<આ ટોળકીએ સુરતની ટીજીબી હોટલમાં સેમિનાર યોજી રોકાણની સ્કીમોનો પ્રચાર કર્યો હતો. વેબસાઇટ અને લોગો બનાવી લોકોને વિશ્વાસમાં લીધા હતા. સુરતના  લોકો પણ આ ઠગાઈનો ભોગ બન્યા હોવાની આશંકા છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક