• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

ભાવનગરમાં કરુણ ઘટના : પુત્રના બેસણામાં જ માતાનું હાર્ટ એટેકથી મૃત્યુ અકસ્માતમાં પુત્ર ગુમાવ્યાના આઘાત વચ્ચે 56 કલાક બાદ માતાનું નિધન

ભાવનગર, તા. 9: ભાવનગરના ત્રાપજ ગામ નજીક 6 ઓક્ટોબરના રોજ સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં પુત્રનું મૃત્યુ થતાં આઘાતમાં સરી પડેલાં માતાનું પુત્રના બેસણામાં જ હૃદયરોગના હુમલાથી નિધન થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.  મળતી વિગતો અનુસાર, અકસ્માતમાં પ્રિતેશભાઈ બિપિનચંદ્ર ભાયાણી (ઉં.વ. 49)નું કરુણ મૃત્યુ થયું હતું. પુત્રના અકાળે અવસાનનો આઘાત સહન કરી રહેલાં તેમનાં માતા જ્યોત્સનાબેન ઉર્ફે જયશ્રીબેન (ઉં.વ. 71)નું ગુરુવારે પુત્રના બેસણામાં જ મૃત્યુ થયું હતું. ભાવનગરના ઘોઘાગેટ ખાતે આવેલી દશાશ્રીમાળી કંડીબંધ જ્ઞાતિની વાડીમાં સાંજે 4 વાગ્યે સંયુક્ત બેસણું શરૂ થયું હતું. બેસણું શરૂ થયાની માત્ર 10 મિનિટમાં જ જ્યોત્સનાબેનને ગંભીર હાર્ટ એટેક આવ્યો હતો. હાજર લોકોએ સીપીઆર સહિતની પ્રાથમિક સારવાર આપવાના પ્રયાસો કર્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવતાં હતાં, પરંતુ રસ્તામાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અકાળે અવસાન પામેલા સાત સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા આ સંયુક્ત સ્મરણાંજલિ સભાનું આયોજન કરાયું હતું. તેમાં જયેશભાઈ વસાણી, પ્રિતેશભાઈ ભાયાણી, ભાર્ગવપરી ગોસાઈ, યોગીતભાઈ અજમેરા, વિજયકુમાર વોરા, હિરેનકુમાર મહેતા અને પિયુષભાઈ શાહને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક