• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

ચોકી સોરઠ મહિલા પોલીસ તાલીમાર્થીનો મોબાઇલ હેક કરી 80 હજારની ઉઠાંતરી

જૂનાગઢ, તા.9 : જૂનાગઢ નજીકના ચોકી સોરઠ ખાતે એક મહિલા પોલીસ તાલીમાર્થીને અજાણ્યા શખસે ફોન કરી એકસીસ બેંકના કર્મચારીની ઓળખ આપી મોબાઇલ હેક કરી ક્રેડિટ કાર્ડમાથી 80,000ની ઓનલાઈન ઉઠાંતરી કરી છેતરાપિંડી કર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

જામનગરના બેરાજા ગામની અને ચોકી સોરઠ ખાતે પોલીસની તાલીમ લઈ રહેલી જીનલબેન બાબુભાઈ સોલંકીના મોબાઈલમાં અજાણ્યા શખસે ફોન કરી એક્સિસ બેન્કના કર્મચારીની ઓળખ આપી ક્રેડિટ કાર્ડમાં ચાર્જ કટ ન કરવા માટે વોટ્સએપમાં એક ફાઈલ મોકલી ઓટીપી મેળવી મોબાઇલ હેક કર્યો હતો. બાદમાં આ શખસોએ ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૂ.80,517ની ઓનલાઈન ઉઠાંતરી કરી હતી. આ અંગે મહિલા પોલીસ કર્મી જીનલબેને તાલુકા પોલીસમાં અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક