સંમેલનનાં સ્થળે સુરક્ષાકર્મીએ મુનીર પાસે માગ્યું ઓળખપત્ર
નવીદિલ્હી,તા.1પ: દુનિયા તેજીથી
બદલાઈ રહી છે પણ જો કંઈ બદલાતું ન હોય તો એ છે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની સતત
થતી બેઈજ્જતી. આમાં નવો કિસ્સો પાક.નાં સેના પ્રમુખ આસિમ મુનીરનો છે. તેમને એક આંતરરાષ્ટ્રીય
મંચ ઉપર ભારે નીચાજોણું કરાવવામાં આવ્યું હતું. મુનીર મ્યૂનિક સુરક્ષા સંમેલન (એમએસસી)
માટે જર્મનીનાં મ્યૂનિક શહેર પહોંચ્યા હતાં પણ તેમને સંમેલન સ્થળે સુરક્ષાકર્મીએ અટકાવ્યા
હતાં અને ઓળખપત્ર દેખાડયું નહીં ત્યાં સુધી અંદર જવા દેવાયા નહોતાં.
આ ઘટનાનો વીડિયે પણ ભારે વાયરલ
બન્યો છે અને લોકો મુનીરનાં ફજેતાની ઠઠ્ઠામશ્કરી કરી રહ્યાં છે. વીડિયેમાં દેખાય છે
કે, કાર્યક્રમ સ્થળે મોજૂદ સુરક્ષાકર્મીઓ પાક. સેના પ્રમુખને આગળ વધતા અટકાવીને પહેલા
ઓળખપત્ર બતાવવા માટે કહે છે. એક સુરક્ષાકર્મી એવું બોલતા પણ સંભળાય છે કે, થોભો, તમારુ
આઈડી ક્યાં છે? પહેલા તમારુ આઈડી બતાવો. 13થી 1પ ફેબ્રુઆરી વચ્ચે મ્યૂનિકમાં આયોજિત
આ સંમેલનમાં મુનીર સાથે સાધારણ લોકોની માફક વ્યવહાર કરવામાં આવ્યો હતો અને સુરક્ષા
પ્રોટોકોલ હેઠળ તેમને પણ આઈડી દેખાડવાની ફરજ પાડવામાં આવી હતી. લોકો આ ઘટનાને પાક.
કૂટનીતિ માટે શર્મનાક ગણાવી રહ્યાં છે.
દરમિયાન જર્મની સ્થિત સિંધી રાજકીય
સંગઠન જેયે સિંધ મુત્તાહિદા મહાજે સંમેલનનાં સ્થળની બહાર મુનીરની હાજરીનો વિરોધ પણ
નોંધાવ્યો હતો. સંયુક્તરાષ્ટ્ર, યુરોપીય સંઘ, જર્મન સરકાર અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર
સંગઠનોને સંબોધીને આ જૂથે કહ્યું હતું કે, આ કાર્યક્રમમાં પાક. સેના પ્રમુખને નિમંત્રણ
એક મોટા ઝટકા સમાન અને ખેદજનક છે.