• મંગળવાર, 21 મે, 2024

સુરતમાં ગેરકાયદે સીમકાર્ડ દુબઈ મોકલતા 4 ઝડપાયા

            138 સીમકાર્ડ કબજે કરાયા

સુરત, તા. ર9 (ફૂલછાબ ન્યૂઝ) : બાતમી આધારે સુરત શહેર પોલીસે ગેરકાયદે રીતે દુબઈ મોબાઈલના સીમકાર્ડ મોકલતા ચાર ઈસમોને 138 સીમકાર્ડ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ઓનલાઈન ગેમિંગના બહાને લોકો સાથે ચીટિંગ થતા હોવાના કિસ્સામાં આ મામલો બહાર આવ્યો છે.

ભારતીય સીમકાર્ડ મેળવી ઓનલાઈન ગેમિંગના બહાને લોકો ચીટિંગ કરવામાં છે. તેમજ દુબઈ ખાતે મોકલવાની પ્રવૃત્તિ જે અંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને ધ્યાન પર આવતા તેમની સીધી સૂચનાથી ગેરકાયદે રીતે સીમકાર્ડ વેચાણ કરતા દુકાનદારો એજન્ટો પર સ્પેશિયલ ઓપરેશનની ટીમ દ્વારા વોચ રાખવામાં આવી રહ્યું હતું. તેમજ પોલીસને મળેલ બાતમીને આધારે શહેરના ભેસ્તાન ઉન સનામીલ ચાર રસ્તા પાસેથી સીમકાર્ડની ડિલિવરી હેરાફેરી કરતા 4 ઈસમોને એક્ટિવ કરેલા 138 સીમકાર્ડ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી આ દરમિયાન ગેરકાયદેસર રીતે મોબાઈલ સીમકાર્ડની હેરાફેરી કરતી ટોળકી બાબતે માહિતી મળેલ હતી અને આ ટોળકીના માણસો પાસે મોટી સંખ્યામાં મોબાઈલ સીમકાર્ડની હેરાફેરી કરતી ટોળકી બાબતે માહિતી મળેલ હતી અને આ ટોળકીના માણસો પાસે મોટી સંખ્યામાં મોબાઈલ સીમકાર્ડની હેરાફેરી કરવામાં આવી રહેલ જેથી પોલીસને મળેલ પાકી બાતમીના આધારે ભેસ્તાન ઉન સનામીલ ચાર રસ્તા પાસેથી અફઝલ આરીફભાઈ વ્હોરા, જ્યોતની પાછળ ઉધના, સુરતના તેમજ તેની મોપેડની પાછળ બેસલ આદીલ ફિરોઝ વોરાનાઓને ઝડપી પાડી તેઓની પાસેથી એરટેલ કંપનીના કુલ્લે 101 એક્ટિવ કરેલા સીમકાર્ડ કબજે કરી આ બન્નેની પૂછપરછ કરતા જણાવેલ કે બીજા સીમકાર્ડની ડિલિવરી આપવા આવવાના હોવાનું કહેતા તેઓને સાથે રાખી શાંતીનગર સાઈબાબા મંદિર પાસેથી આરીફ બકસુ સેયક તથા મોહમંદ ફારૂકવલી મોહમદ મેમણની પાસેથી બીજા 37 જીઓ કંપની એકટીવ સીમકાર્ડ મળી કુલ્લે 138 સીમકાર્ડ કબજે કરી ભેસ્તાન પોલીસ જાણવા જોગ દાખલ કરી આ સીમકાર્ડ ધારણો બાબતે તેમજ સીમકાર્ડ ક્યાં કેવી રીતે અને કોણ સેના માટે ઉપયોગ કરતો હતો તે બાબતે ઉંડાણ પૂર્વક તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક