• શનિવાર, 27 જુલાઈ, 2024

પોરબંદર: સોશિયલ મીડિયામાં ભાજપનાં મહિલા આગેવાનની બદનામી કરનાર શખસ સામે ગુનો એમએલએ લખાવી સીન જમાવતા ગ્રુપ એડમિનને પકડવા ચક્રો ગતિમાન

પોરબંદર, તા.ર: પોરબંદરમાં રહેતાં ભાજપ મહિલા આગેવાનની સોશિયલ મીડિયામાં બદનામી કરી ધાકધમકી આપી હેરાન કરતા વોટ્સએપ ગ્રુપના એડમિન અને પોતાને એમએલએ તરીકે ઓળખાવી સીનસપાટા કરતા શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે, પરેશનગરમાં રહેતાં અને ભાજપ મહિલા મોરચાના પ્રદેશના કારોબારી સદસ્ય જ્યોતિબેન રમેશભાઈ મસાણી નામની મહિલાએ ‘ગુજરાત લોકમંચ’ નામનું વોટ્સએપ ગ્રુપ ચલાવતો અને પોતાને એમએલએ તરીકે ઓળખાવતો રાજુ ઓડેદરા નામના શખસ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં બદનામ કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે રાજુ ઓડેદરા નામના શખસ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

આ મામલે પોલીસે હાથ ધરેલી તપાસમાં ભાજપનાં મહિલા આગેવાન અને જૂના ફુવારા પાસે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર નામે મેડિકલ સ્ટોર ચલાવતાં જ્યોતિબેન રમેશભાઈ મસાણી નામના મહિલાને સાતેક માસ પહેલા તેની મરજી વિરુદ્ધ ગુજરાત લોકમંચ નામના વોટ્સએપ ગ્રુપના એડમિન રાજુ ઓડેદરાએ એડ કર્યા હતા.

છએક માસ પહેલા ક્રિકેટ મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સ ટીમ મેચમાં વિજેતા થઈ હતી. તે પછી સીએસકે ટીમના રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજાનાં માથા પર સાડી ઓઢીને આવેલ તે ફોટા ખૂબ જ વાયરલ થયા હતા. જેમાં ગ્રુપમાં રાજુ ઓડેદરાએ આ મામલે કોમેન્ટ કરી હતી. આ બાબતે જ્યોતિબેન મસાણીએ જવાબ આપ્યો હતો. આથી રાજુ ઓડેદરા ઉશ્કેરાયો હતો અને જ્યોતિબેન મસાણી વિરુદ્ધ ગ્રુપમાં અશોભનીય શબ્દોમાં પર્સનલ લાઇફ અને લગ્ન સંદર્ભે મેસેજ કરી અભદ્ર ટિપ્પણીઓ કરી હતી તેમજ જ્યોતિબેનને ફોન કરી ગૃહમંત્રીને ફરિયાદ કરી લેવાનું જણાવી ચારિત્ર્ય બાબતે ટિપ્પણી કરી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે રાજુ ઓડેદરાને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક