• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

જૂનાગઢ : મૃત મોર સાથે ઝડપાયેલો શખસ જેલ હવાલે

જૂનાગઢ, તા.27: ડુંગર દક્ષિણ રેંજની રામનાથ રાઉન્ડના રેવન્યુ વિસ્તારમાં આવતા પ્રભાતપુર ગામમાં ઓઝત નદી કાંઠા પાસેના વિસ્તારમાં તારીખ 25-12-2025નાં રોજ 11 કેવી લાઇન પર બેસવા જતા મોર પક્ષીનું વિજકરંટ લાગતા મૃત્યુ થયું હતું. મોરના મૃતદેહનો ગેરકાયદે કબજો લઇને મોરનાં મૃતદેહને કુહાડી વડે ટુકડા કરીને માસ રાંધી ખોરાક તરીકે ઉપયોગ થયો છે તેવી ડુંગર દક્ષિણ રેંજના સ્ટાફને બાતમી મળી હતી. જે બાતમીના આધારે રેડ કરતા પ્રભાતપુર ગામના રમણીકભાઇ દાનાભાઇ ચૌહાણના કબજામાંથી મોરના માંસનું શાક તથા અન્ય મુદામાલ મળી આવ્યો  હતો. બનાવના સ્થળની તપાસ કરતા મોરના મૃતદેહની કપાયેલી પાંખો બે તથા ડોક અને  પીછા ઓઝત નદીમાંથી કબજે કરવામાં આવ્યા  છે.

આજ રોજ કોર્ટમાં રમણીકભાઇ દાનાભાઇ ચૌહાણને રજૂ કરતા કોર્ટ દ્વારા તારીખ 8-1-2026 સુધીમાં સુનાવણી અર્થે રજૂ કરવા અને ત્યાં સુધી જેલ હવાલે કરવાનો હુકમ કરતા આરોપીને જૂનાગઢ જેલ હવાલે કરાયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક