દ્વારકા એલસીબીની ટીમે મોરબી અને રાજકોટના શખસને દબોચી લીધા : 9.32 લાખનો મુદ્દામાલ કબજે
જામખંભાળિયા, તા.28: દ્વારકા
નાગેશ્વર રોડ પર ધ્રાસણવેલ ગામમાં તાંત્રિક વિધિથી ઘરેલું નડતરની મુશ્કેલીઓ દૂર કરી
આપવાના બહાના હેઠળ યુક્તિ પ્રયુક્તિથી છેતરપિંડી કરી સોનાના દાગીના પડાવી લઈ અંધશ્રદ્ધાળુ
લોકો સાથે છેતરપિંડી કરતી મદારી ગેંગને પોલીસે ઝડપી લીધા હતા.
મળતી માહિતી મુજબ ફરિયાદી નિર્મલભાઈ
કાથળભાઈ ઝરૂ (રહે. રાજકોટ) અજાણ્યા ઇસમોએ સોનાની વિધિ કરાવી રિદ્ધિ સિદ્ધિ મળશે અને
નડતર દૂર થશે. તેવા વિશ્વાસમાં તેઓ સાથે છેતરપિંડી કરી દ્વારકા નાગેશ્વર રોડ ધ્રાસણવેલ
ગામ પાસે સોનાના-દાગીનાની ઠગાઈ કરી હોવા બાબતે દ્વારકા પોલીસ લઈ મથકમાં ફરિયાદ નોંધાઈ
હતી.
આ પ્રકરણમાં દ્વારકા જિલ્લા પોલીસ
વડા જયરાજસિંહ વાળાની સૂચના અને માર્ગદર્શન એલસીબી પી.આઇ. સહિતની ટીમે ટેકનિકલ તેમજ
હ્યુમન સોર્સિંગની મદદથી ચોક્કસ બાતમી હકીકતના આધારે આરોપી જાનનાથ સુરમનાથ પઢિયાર
(રહે. મોરબી) અને નેનુનાથ પોપટનાથ બામણિયા (રહે. રાજકોટ)ને પોલીસે દ્વારકા ચરકલા રોડ
રેલવે નાલા પાસેથી ઝડપી પાડી સોનાના દાગીના તથા ફોર વ્હીલ કાર તથા 1 મોબાઇલ ફોન મળી
કુલ રૂ.9,32,000ના મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.