સ્કૂલમાં ભણવા જતી સગીરાને પ્રેમજાળમાં ફસાવીને વારંવાર ભોગ બનાવી, આરોપીની ધરપકડ
મોડાસા
તા.5: ભિલોડામાં એક જઝ ડ્રાઈવરે સ્કૂલે જતી સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો
સામે આવ્યો છે. પોલીસે આરોપી વિજય ગામેતીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત
વિગતો મુજબ ભિલોડા એસ.ટી. ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ભાણમેરના વિજયભાઈ રમેશભાઈ
ગામેતી નામના શખ્સ સામે ગંભીર આરોપો લાગ્યા છે. ભોગ બનનાર 16 વર્ષીય સગીરા નિયમિત રીતે
બસમાં સ્કૂલે આવતી-જતી હતી. જે સગીરા પર આરોપી ડ્રાઈવર વિજય ગામેતીએ નજર બગાડી હતી.
આ નરાધમ ડ્રાઈવરે સગીરા સાથે સારી સારી વાતો કરી પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં લગ્નની
લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કર્યું હતું અને સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર
દુષ્કર્મ આચરતા પોલીસે પોકસો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.