• બુધવાર, 22 મે, 2024

13મીથી ત્રણ દિવસ ગીર-સોમનાથ, સુરતમાં કમોસમી વરસાદની શક્યતા

હિટવેવને પગલે 11મી સુધી કચ્છમાં યલો એલર્ટ : રાજકોટમાં સૌથી વધુ 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું

અમદાવાદ, તા. 9 : ગુજરાતમાં બે દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદ સહિતના શહેર-જિલ્લામાં 40 ડિગ્રીથી ઉપર મહત્તમ તાપમાન પહોંચી રહ્યું છે. રાત્રીના સમયે પણ ઉકળાટ અનુભવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ કચ્છમાં હીટવેવની અને 13થી 15 એપ્રિલ દરમિયાન ગીર-સોમનાથ, સુરત સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

 ભુજમાં આજે મહત્તમ તાપમાન 41.4 અને રાજકોટમાં સૌથી વધુ 42.1 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, 9 એપ્રિલ એટલે કે આજથી 11 એપ્રિલ ત્રણ દિવસ કચ્છ જિલ્લામાં હીટવેવની શક્યતા છે, જેના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગ અનુસાર, 13 એપ્રિલે સુરત, નવસારી, વલસાડ અને ગીર સોમનાથ જિલ્લામાં, 14 એપ્રિલે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને ગીર સોમનાથ જિલ્લામાં, 15 એપ્રિલે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે.

દરમિયાનમાં આજે ગુજરાતમાં નોંધપાત્ર તાપમાન જોઇએ તો અમદાવાદમાં મહત્તમ 40.8 અને લઘુતમ 24.5, બરોડા 40.4 અને 23.4, ભુજ 41.4 અને 25.1, રાજકોટ 42.1 અને 22.7 તેમજ સુરતમાં 36.4 અને 24.7 ડિગ્રી રહ્યંy હતું.

ભાવનગરમાં 39.2 ડિગ્રી

ભાવનગર, તા. 9 : ભાવનગર શહેરનું મહતમ તાપમાન 39.21 ડિગ્રી નોંધાયું હતું જ્યારે લઘુતમ તાપમાન 24.9 ડિગ્રી રહ્યું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 24 ટકા રહ્યું હતું. પવનની ઝડપ 14 કિમી પ્રતિ કલાકની રહી હતી. 

જૂનાગઢમાં તાપમાનનો પારો ઉંચકાયો, 40.7 ડિગ્રી ગરમી

જૂનાગઢ : સોરઠમાં છેલ્લા બે દી’થી આકરો ઉનાળો અનુભવાય રહ્યો છે. દિવસે દિવસે તાપમાનનો પારો ઉંચો ચડતા જનજીવન કાળઝાળ ગરમીથી અકળાવા લાગ્યું છે. જૂનાગઢમાં આજે મહતમ તાપમાન 40.7 ડિગ્રી નોંધાયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક