• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

રાજકીય ઘમસાણ વચ્ચે પુસ્તક મુદ્દે મૌન તોડતાં નરવણે

પ્રકાશકે 24 કલાકમાં બે વખત આપી સ્પષ્ટતા : નરવણેએ પણ કહ્યું, પુસ્તક હજી પ્રકાશિત થયું નથી

નવી દિલ્હી, તા.10: પૂર્વ સેના પ્રમુખ જનરલ એમ. એમ. નરવણેની સંસ્મરણોવાળા પુસ્તક ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટીની મુદ્દે ચાલી રહેલા રાજકીય વિવાદમાં  પ્રકાશક તરફથી 24 કલાકની અંદર બે વખત આપવામાં આવેલા સ્પષ્ટીકરણ બાદ હવે જનરલ નરવણેએ પણ મૌન તોડયું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પ્રકાશક પેંગ્વિનની એક નોંધ શેર કરતાં લખ્યું છે કે, પુસ્તકની સ્થિતિ આ છે.

આ રીતે જનરલ નરવણેએ પ્રકાશક પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાનું નિવેદન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરીને સ્પષ્ટ કર્યું છે કે તેમનું પુસ્તક હજી સુધી પ્રકાશિત થયું નથી અને પુસ્તકની કોઈપણ અધિકૃત નકલ જાહેરમાં ઉપલબ્ધ નથી.

પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ એક નિવેદન જારી કરીને સ્થિતિ પર સ્પષ્ટતા આપી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે જનરલ નરવણેના પુસ્તકનાં એકમાત્ર પ્રકાશન અધિકાર તેની પાસે છે અને પુસ્તક હજી સુધી કોઈપણ સ્વરૂપે પ્રકાશિત થયું નથી. પેંગ્વિને નિવેદનમાં જણાવ્યું હતું કે આ પુસ્તક હજી સુધી ન તો છાપેલ સ્વરૂપે, ન તો ડિજિટલ સ્વરૂપે પ્રકાશિત, વિતરિત અથવા વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. પ્રકાશકે કડક વલણ અપનાવતા કહ્યું હતું કે જો પુસ્તકની કોઈપણ નકલ પછી તે આંશિક, અને કોઈપણ સ્વરૂપ અથવા પ્લેટફોર્મ ઉપર જોવા મળશે, તો તે સીધો કૉપિરાઇટ ભંગ ગણાશે. પેંગ્વિને આ બાબતે પણ ચેતવણી આપી હતી કે આવા કોઈપણ ગેરકાયદેસર અથવા અનધિકૃત પ્રસાર સામે કાયદા હેઠળ ઉપલબ્ધ તમામ પગલાં લેવામાં આવશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

પાકિસ્તાન ફરી ઘૂંટણિયે : ભારત સામેના મેચ બહિષ્કારનો નિર્ણય પાછો ખેંચ્યો February 11, Wed, 2026