• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

બરવાળાના ખંભાળામાંથી રૂા.1.28 કરોડનો દારૂ ઝડપાયો સીમમાં દારૂનું કટીંગ ચાલતું હતું ત્યારે જ એસએમસી ત્રાટકી

રાજકોટ,તા.10: બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ખંભાળા ગામની સીમમાં વિદેશી દારૂના કટીંગ વેળાએ સ્ટેટ મોનિટારિંગ સેલે દરોડો પાડી રૂપિયા 1.28 કરોડની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.પોલીસે સ્થળ પરથી 16820 બોટલ વિદેશી દારૂ બે ટ્રક બે કાર અને બાઈક મળી રૂપિયા 1.81 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસના દરોડાને પગલે નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે બરવાળાના ખંભાળા ગામનો હિતેન્દ્ર ઉર્ફે મુન્નો ખાચર ગઢડા તાલુકાના રાયપર ગામનો વિજય રવુભાઈ બોરીચા સહિત બંને બુટલેગરોએ વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું ખુલતા 10 શખ્સો નાશી છુટતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

  વધુ વિગત મુજબ રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરવા ડીજીપી કે એલ એન રાવ આપેલી સૂચનાને પગલે સ્ટેટ મોનિટારિંગ સેલના વડા નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ એસ.પી મયુર સોલંકીએ પેટ્રાલિંગ હાથ ધરવા આપેલી સૂચનાને પગલે એસ.એમ.સી.ના પી.એસ.આઇ. વી.એમ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા બોટાદ જિલ્લામાં પેટ્રાલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ખંભાળા ગામની સીમમાં વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન નાશ ભાગ મચી જવા પામ્યો હતો. પોલીસે રૂપિયા 1.28 કરોડની કિંમતને 16 820 વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે બનાવ સ્થળ પરથી બે ટ્રક બે કાર, મળી રૂપિયા 1.80 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ દારૂનો જથ્થો ખંભાળાના હિતેન્દ્ર ઉર્ફે મુન્નો અનકુભાઇ ખાચર અને ગઢડા તાલુકાના રાયપર ગામનો વિજય રવુભાઈ બોરીચા નામના બંને બુટલેગરોએ આ વિદેશી દારૂનો જથ્થો પંજાબથી મંગાવ્યો હોવાનું ખુલતા પોલીસે સાત વાહન ચાલક અને વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર અને મંગાવનાર બે બુટલેગર સહિત 10 શખ્સો સામે બરવાળા પોલીસ મથકમાં ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ દરોડાના પગલે બુટલેગરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. એસએમસીના દરોડાને પગલે સ્થાનિક બ્રાન્ચ ઊંઘતી ઝડપાઇ છે. આ મામલે આગામી દિવસોમાં મોટા પગલાં લેવાય તો નવાઈ નહીં.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

પાકિસ્તાન ફરી ઘૂંટણિયે : ભારત સામેના મેચ બહિષ્કારનો નિર્ણય પાછો ખેંચ્યો February 11, Wed, 2026