• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

UAE વિરૂધ્ધ કિવિઝનો 10 વિકેટે ધસમસતો વિજય 174 રનનો વિજય લક્ષ્યાંક 15.2 ઓવરમાં વિના વિકેટે હાંસલ કરી લીધો

સિફર્ટના 89 અને એલનના 84 રન : ઞઅઊના વસીમ અને શરાફુની અર્ધસદી એળે

ચેન્નાઇ તા.10: પ્લેયર ઓફ ધ મેચ ટિમ સિફર્ટ (89) અને ફિન એલન (84) વચ્ચેની પહેલી વિકેટની રેકોર્ડબ્રેક 174 રનની અતૂટ ભાગીદારીની મદદથી યૂએઇ સામેના મેચમાં ન્યુઝીલેન્ડનો 10 વિકેટે ધસમસતો વિજય થયો હતો. કિવિઝ ટીમે 174 રનનો વિજય લક્ષ્યાંક 1પ.2 ઓવરમાં વિના વિકેટે 28 દડા બાકી રાખી હાંસલ કરી લીધો હતો. ટી-20 વર્લ્ડ કપમાં વિના વિકેટે આ સૌથી મોટો વિજય લક્ષ્યાંક સર કરવાનો રેકોર્ડ છે. આ જીતથી કિવિઝ ટીમ ગ્રુપ ડીમાં 4 પોઇન્ટ સાથે ટોચ પર છે.

ન્યુઝીલેન્ડ તરફથી ટિમ સિફર્ટે 42 દડામાં 12 ચોક્કા અને 3 છક્કાથી આક્રમક 89 રન અને ફિન એલને પ0 દડામાં પ ચોક્કા-પ છક્કાથી ઝડપી 84 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ બન્ને વચ્ચે 92 દડામાં 17પ રનની મેચ વિનિંગ પાર્ટનરશીપ થઇ હતી.

આ પહેલા યૂએઇ ટીમના 20 ઓવરમાં 6 વિકેટે 173 રન થયા હતા. કપ્તાન મુહમ્મદ વસીમે 4પ દડામાં 4 ચોક્કા-3 છક્કાથી 66 અને આલીશાન શરાફુએ 47 દડામાં પ ચોકકા-2 છક્કાથી પપ રન કર્યાં હતા. આ બે વચ્ચે બીજી વિકેટમાં 77 દડામાં 107 રનની ભાગીદારી થઇ હતી. કિવિઝ તરફથી મેટ હેનરીએ 2 વિકેટ લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક