• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

સ્પેનની ફલાઇટ પકડે એ પહેલા એક ફોન કોલથી સિરાજની કિસ્મત પલટી ખુદ સિરાજે સ્વીકાર્યું કે મેં આ વર્ષે વર્લ્ડ કપ રમવાનું સપને પણ વિચાર્યું ન હતું

મુંબઈ, તા.8: મોહમ્મદ સિરાજની વિશ્વ કપના 36 કલાક અગાઉ કિસ્મત ચમકી હતી. તે ભારતીય ટીમમાં સામેલ ન હતો. આથી સ્પેન જઈને પસંદની ફૂટબોલ ટીમ રિયલ મેડ્રિડના મેચ જોવાની યોજના બનાવી હતી. તે સ્પેનની ફલાઇટ પકડે એ પહેલા તેની કિસ્મત પલટાઈ હતી અને સ્પેનના બદલે મુંબઈની ફલાઇટ પકડી ટીમ ઇન્ડિયા સાથે જોડાયો હતો. ખુદ સિરાજે ખુલાસો કર્યો કે એક ફોન કોલથી તેની કિસ્મત કેવી રીતે પલટી.

લગભગ 18 મહિનાથી ભારતની ટી-20 ટીમની બહાર ચાલી રહેલ મોહમ્મદ સિરાજને વર્લ્ડ કપને લઇને કોઈ આશા ન હતી. રણજી ટ્રોફી બાદ તે રિલેક્સ મૂડમાં હતો અને તેની યોજના 1પ ફેબ્રુઆરીએ સ્પેન જઈને રિયલ મેડ્રિડના મેચ જોવાની હતી. આ પછી રમઝાનની તૈયારી કરવી હતી. સિરાજે કહ્યું કે મેં સ્ટ્રેંથ કોચને કહી દીધું હતું કે મને હમણાં મેસેજ કરતા નહીં, હું રેસ્ટમાં છું પણ કિસ્મતને આ મંજૂર ન હતું.

શુક્રવારે સવારે અચાનક ભારતીય કપ્તાન સૂર્યકુમારનો સિરાજ પર ફોન આવ્યો. સૂર્યાએ સીધું જ કહી દીધું કે તૈયાર થઈ જા અને બેગ પેક કર. તુરંત મુંબઈ આવવા નીકળ. સિરાજને થયું કે કપ્તાન મજાક કરે છે. આ દરમિયાન પસંદગીકાર પ્રજ્ઞાન ઓઝાનો ફોન આવ્યો. તેમણે કહયું કે હર્ષિત રાણાને ઇજા થઈ છે. આથી તું વિશ્વ કપ ટીમમાં સામેલ થયો છો.

સિરાજને ભાગ્યનો સતત સાથ મળી રહ્યો હતો. મુંબઈ પહોંચીને ટીમ સાથે જોડાયો. તેને અમેરિકા સામેના મેચની ઇલેવનમાં તકની સંભાવના ન હતી, પરંતુ બુમરાહ તાવમાં પટકાયો અને કોચ ગંભીરે મેચની ઠીક અગાઉ સિરાજને જાણ કરી તારે મેદાનમાં ઉતરવાનું છે. મેદાનમાં ઉતરીને સિરાજે પાવર પ્લેમાં જ 2 વિકેટ ઝડપીને ભારતના વિજયમાં મહત્ત્વનું યોગદાન આપ્યું.

મેચ બાદ સિરાજે જણાવ્યું કે જ્યારે વિમાનમાં બેઠો ત્યારે સપના જેવું લાગી રહ્યંy હતું. મેં આ વર્ષે વર્લ્ડ કપ રમવાનું સપને પણ વિચાર્યું ન હતું, કારણ કે પાછલા એક વર્ષથી આ સેટ-અપનો હું હિસ્સો ન હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ઊંઝામાંથી ત્રણ કરોડના જીરૂની ચોરીમાં હાઇ કોર્ટનો વકીલ સૂત્રધાર February 09, Mon, 2026