ગેરકાયદે ટોલનાકું દૂર નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે : પ્રભારી માંડવિયા
પોરબંદર: પોરબંદરના વનાણામાં
આવેલ ટોલનાકું મહાનગરપાલિકાની હદમાં છે તેથી તે ગેરકાયદેસર છે. મનપાના અધિકારીઓ જો
ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરી શકતા હોય તો ગેરકાયદેસર ટોલનાકાને કેમ દૂર કરાવી
શકાતું નથી ? તેવા સવાલ સાથે બસપાએ આક્રોસ વ્યક્ત કર્યો છે.
પ્રભારી દિનેશ માંડવિયાએ જણાવ્યું
છે કે, વનાણા ગામે આવેલા ગેરકાયદે ટોલ નાકાને હટાવવાની તો દૂરની વાત છે તેના વિષે કોઈ
દિવસ ચર્ચા પણ નથી કરાતી.
પોરબંદર શહેરને મહાનગરપાલિકાનો
દરજ્જો મળે એટલે વેરા તાત્કાલિક અનેકગણા વધે ! ગરીબોનાં 350 જેટલાં મકાનો તાત્કાલિક
તોડી પાડવામાં આવે ! હજારો રેંકડી ધારકોની રોજી છીનવી લેવામાં આવે ! પરંતુ 14 મહિનાઓ
પછી પણ ગેરકાયદેસરનું ટોલ નાકું દૂર કરવાની વાત આવે એટલે પોરબંદરના મનપા કમિશનર વાતો
કરવા લાગે છે. તેમણે જણાવ્યા મુજબ એક નવો રસ્તો બૂથ પાસે બનાવીને ટોલ મુક્તિ અપાવશે
!
બહુજન સમાજ પાર્ટી પોરબનદરની
જનતા પ્રત્યેની પોતાની ફરજ અને જવાબદારી સમજે છે. જ્યાં સુધી આ ગેરકાયદેસરનું વનાણાનું
ટોલ નાકું દૂર નહીં થાય ત્યાં સુધી બસપાના જિલ્લા પ્રમુખ એન. પી. રાઠોડ અને બસપા જિલ્લા
પ્રભારી એડવોકેટ વિજયકુમાર પંડયાની દિશાસૂચન મુજબ કાયદાકીય અને જમીની સ્થળ પર પોતાની
અવિરત લડત ચાલુ રાખશે, તેમ બસપા મનપા પ્રભારી દિનેશભાઇ માંડવિયાની એક યાદીમાં જણાવ્યું
છે.